સફળતા:એક્લવ્ય સ્કૂલ ખોડદાનાં વિદ્યાર્થીઓ JEE Advancedમાં સફળ થયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યનાં આદિજાતિ વિકાસ વિભાગની ધી. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર અને શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશન મુંબઇ દ્વારા કાર્યરત એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, ખોડદા (નિઝર) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે.

શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી JEE Advancedની પરીક્ષામાં શાળાનાં 2 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. શાળાની ધો:- 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીની નામે સારાબેન રસીકભાઇ ગામીત JEE Advancedની પરીક્ષામાં ઓલ ઇન્ડીયા S.T કેટેગરીમાં 90 રેન્ક તથા સ્નેહલભાઇ આર ચૌધરી એ ઓલ ઇન્ડીયા S.T રેન્ક 1474 મેળવ્યો હતો. આ ઉપરાંત શાળાનાં ધો:- 12 વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓને દેશની પ્રખ્યાત જી અને નીટ ની કોચીંગ માટેની સંસ્થા દક્ષણા ફાઉન્ડેશન પૂનાની સ્કોલર શીપની પરીક્ષામાં શાળાનાં બે વિદ્યાર્થી નામે ગામીત મેહુલકુમાર મોહનભાઇ અને વસાવા પ્રીતીબેન ધનર્સીંગભા ઇન્ટરવ્યું માટે પસંદગી પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...