તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વિદ્યાર્થીઓએ ઓછા દબાણનું ગેસ કટર ડિઝાઈન કર્યું

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન સમયમાં પ્રદૂષણની સમસ્યામાં પણ આ મશિન રાહત પુરી પાડે છે

કોરોનાના કાળમાં જ્યારે ઓક્સિજનની અછત સર્જાય હતી ત્યારે ઓક્સિજન પ્લાન્ટ પરથી માત્ર મેડિકલ ઉપયોગ માટે ઓક્સિન આપવામાં આવતો હતો. ઈન્ડસ્ટ્રિયલના યુઝ માટે પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે ઈન્ડસ્ટ્રીયલનું કામ અટકી પડ્યું હતું. આવી પરિસ્થિત ફરી સર્જાયતો ઈન્ડસ્ટ્રીયલમાં કઈ રીતે કામગીરી ચાલુ રાખી શકાય તે માટે એન. જીય પટેલ ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓએ ગેસ કટિંગ મશીન બનાવ્યું છે.

દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય સંસ્થા આર એન જી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હંમેશા વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મુકતી આવી છે. જેના પરિણામરૂપે મિકેનિકલ વિભાગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વાસુ પટેલ અને એના સાથી મિત્રો વત્સલ મહંત, મીત પટેલ, અભિ પરમાર, રાજગુરુ જેનિશ એ ખાતાકીય વડા ડો. કે. બી રાઠોડ અને પ્રોજેકટ ગાઈડ ડો વી કે. જોશીના માર્ગદર્શન હેઠળ એચ એચ ઓ ગેસ કટિંગ મશીનની ડિઝાઇન ડેવલપમેન્ટ કરેલ છે.

અન્ય ગેસ કટિંગ કરતા ઓછી કિંમતે બનેલ આ કટિંગ મશીન ખૂબ જ ઓછા ડોમેસ્ટિક પાવર (12 V અને 5A dc કરન્ટ) નો ઉપયોગ કરી પાણી અને કોસ્ટિક સોડામાંથી હાઇડ્રોજન ગેસ છૂટો પાડે છે. જેના દહનથી મેટલ, એક્રેલિક વગેરે મટિરિયલ કટ કરી શકાય છે.

નવા ડિઝાઈન કરાયેલા ગેસ કટરની વિશેષતાઓ
આ ગેસ કટર કિંમતના બજારમાં મળતા ગેસ કટર કરતા સસ્તું તો છે જ. પરંતુ હાઈ એનર્જી સપ્લાયની પણ જરૂર પડતી નથી. વળી બાય પ્રોડક્ટ તરીકે પાણીની વરાળ છૂટી પડે છે. જેથી વર્તમાન પ્રદૂષણની સમસ્યામાં પણ રાહત પુરી પાડે છે. વિશેષ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે વર્તમાન સમયે વપરાતા ગેસ કટરની જેમ આમાં વારંવાર એસિટિલિન ગેસના સિલિન્ડર રિફિલ કરવાની પણ જરૂર નથી પડતી. આ પ્રોજેક્ટ સંપૂર્ણ કરનાર મેનેજીંગ ટ્રસ્ટી બાબુભાઇ પટેલ તથા આચાર્ય ડો. લતેશભાઈ ચૈધારીએ મિકેનિકલ ઇન્ડસ્ટ્રી ઉપયોગી આ મશીન બનાવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...