કામગીરી બંધ:હડતાળ તલાટીઓની અને લોકોએ પંચાયતને લગતા કામો માટે ધક્કા ખાધા

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવક જાતિના દાખલા, વિધવા સહાય માટે સર્ટિફિકેટ, રેસીડન્સના પુરાવાની કામગીરી બંધ

રાજ્યભરના તલાટીઓના જૂના પડતર પ્રશ્નોની માગો નહી સંતોષાતા મંગળવારથી હળતાળ પર ઉતાર્યા છે. સુરત જિલ્લાના તલાટીઓ જોડાતા જરૂરી દસ્તાવેજી મેળવવા પંચાયત કચેરીના ગ્રામજનોને ધક્કા થયા હતા. તલાટીઓ માત્ર ડિઝાસ્ટાર મેનેજમેન્ટ તેમજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમને લગતા કામો કર્યા હતા. આ સિવાયના દરેક કામોથી માગ નહી સંતોષાઈ ત્યાં સુધી અચોક્કસ મુદત માટે તલાટીઓ કામથી અળગા રહેવા જણાવેલ છે.

બારડોલી તાલુકાનાં ગામોમાં લોકોને થયેલ હાલાકી બાબતે દિવ્ય ભાસ્કરે જાણવાની કોશિશ કરતાં મોટે ભાગના ગ્રામજનો તલાટીની હડતાળ બાબતે અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. સરભોણ પંચાયતમાં તપાસ કરતા 10થી વધુ લોકો કામો માટે પંચાયત ઓફિસ આવ્યા હતા. પરંતુ હડતાળના પગલે ધક્કો થયો હોવાનું જણાવ્યું હતું. તેન ગ્રામપંચાયતમાં તપાસ કરતા ગામમાંથી 15થી વધુ લોકોએ પંચાયત ઓફિસનો ધક્કો થયો હતો. બાબેનમાં પૂછતાં આવક-જાતિના દાખલા સહિતના અન્ય કામે 20થી વધુ લોકો આવ્યા હતા.

પરંતુ તલાટી નહિ હોવાથી પરત ઘરે ફરવાની નોબત આવી હતી. કડોદમાં તપાસ કરતા આવી જ સ્થિતિ જાણવા મળી છે. 25થી વધુ લોકો આવ્યા પરંતુ, તલાટી નહિ હોવાથી ધક્કા થયા હતા. વતન છોડી બહાર ગામ રહેતા લોકો જરૂરી કાગળો માટે ગ્રામ પંચાયત આવ્યા હોવાના કિસ્સા બન્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. તલાટીઓની માંગ સંતોષવામાં સરકારે કરેલા વિલંબનાં લીધે લોકોના કામો અટવાયા છે.

આ સુવિધાથી વંચિત રહ્યા
ગ્રામજનોના આવક જાતિના દાખલા, જન્મ મરણની નોંધણી તેમજ દાખલા, રહેણાંકના પુરાવા, વિધવા સહાય તેમજ વિવિધ સરકારી યોજના દસ્તાવેજી પુરાવા, વેરા વસૂલાતના કામો પણ ખોળવાયા હતા. ઓનલાઈન કામગીરી પણ બંધ રહી હતી.

મહત્વની સેવા અચોક્કસ મુદત સુધી બંધ
તલાટીઓના પડતર પ્રશ્નોની વર્ષો જૂની માગ નહી સંતોષાતા તલાટીઓ હડતાળ પર છે. બારડોલી તાલુકાનાં તમામ 43 તલાટીઓ હડતાળને સમર્થન આપી પંચાયતના ઓનલાઈન ઓફલાઇન તમામ કામોથી અળગા રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતના વેરા વસૂલી, મહેસૂલ વસૂલી સહિત લગ્ન નોંધણી, જન્મ મરણ નોંધણી જેવી મહત્વની સેવાઓ પણ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. > ભરત ઝાલા, પ્રમુખ, બારડોલી તાલુકા તલાટી મંડળ

અન્ય સમાચારો પણ છે...