તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:બારડોલીમાં 6 કરોડનું સ્ટેશનરી માર્કેટ ઘટીને 50 લાખની અંદર

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી શાળાઓ બંધ રહેવાથી સ્ટેશનરીનું વેચાણ તળિયે ગયું, વિક્રેતાઓની હાલત કફોડી
  • વેપારમાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો હોવાનો વેપારીઓનો દાવો

રાજ્ય ભરમાં દર વર્ષે જૂન માસમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાનું નવું સત્ર શરૂ થતું હોય છે જેને લીધે સ્ટેશનરીના વેપારીઓ પુસ્તકો, નોટબુક તેમજ અન્ય શૈક્ષણિક સ્ટેશનરી નો વેપાર પૂર જોશમાં થતો હયો છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે અને ઓનલાઈન શિક્ષણ શરૂ થતાં સ્ટેશનરીના ધંધાને માઠી અસર પડી છે. બારડોલી નગરના સ્ટેશનરીના વેપારીઓના જણાવ્યા મુજબ માત્ર બારડોલી નગરમાં જ દર વર્ષે જૂન જુલાઇ માસ દરમિયાન 6 કરોડ રૂપિયાનો સ્ટેસનરીનો વેપાર થાય છે. જે ચાલુ વર્ષે ઘટીને 50 લાખથી પણ અંદર થઈ ગયો છે. જેથી કોરોના મહામારીની સીધી અસર સ્ટેસનારીના વેપાર પર જોવા મળી રહી છે.

અને સ્ટેશનરીના વેપારીઓની હાલત કફોડી બની છે. કોરોના મહામારીને લીધે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને વિદ્યાર્થીઓનું ઓનલાઈન ભણતર ચાલી રહ્યું છે ત્યારે વિધ્યાર્થીઓ નોટબૂક સહિતની અન્ય સ્ટેશનરીની સામાનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે વર્ષથી સતત કોરોના મહામારીને લીધે વેપારીઓની સ્ટેસનરીનો વેપાર કરવાની સિઝન ગણાતા જૂન માસમાં જ શાળા બંધ રહેવાને લીધે ગ્રાહાકિન થતાં વેપારીઓની હાલત કફોડી બની છે. માત્ર સ્ટેશનરીની દુકાન પર જ જીવન ગુજરાન ચલાવતા વ્યાપારીઓએ ધંધો બદલવાની પણ નોબત આવી છે ત્યારે હાલતો કોરોનાનું ગ્રહણ સ્ટેશનરીના વ્યાપારીઓને નડયું છે એમ કહે તો ખોટું નથી.

શિક્ષણકાર્ય ઓનલાઇન થતાં કોઇ સ્ટેશનરી ખરીદવા આવતું નથી
બારડોલી નગરમાં દરવર્ષે 6 થી 7 કરોડનો સ્ટેશનરીનો વ્યાપાર થાય છે પરંતુ કોરોના મહામારીમાં વેપાર એકદમ પડીભાંગ્યો છે. શાળા કોલેજો માં વિધ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાતું હોવાથી કોઇ ખરીદી કરતાં નથી હાલ સ્ટેશનરીનો ધંધો માંડ 50 લાખ પર આવી જતાં વેપારીઓની મુસીબતમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. > સુભાષભાઇ, સ્ટેશનરીના વેપારી, બારડોલી

ગત વર્ષે ખરીદેલો માલ પણ હજી સુધી વેચાઇ શક્યો નથી
ચાલુ વર્ષની સ્ટેશનરીની શરૂઆતમાં મે નહિવત ખરીદી કરી છે દર વર્ષે 4 લાખથી વધુની ખરીદી કરતો હતો ગામડામાં મારી દુકાન આવેલી છે અને વિધ્યાર્થીઓ કે વાલીઓ ઓનલાઈન શિક્ષણ ચાલતું હોવાથી સ્ટેશનરીકે અન્ય ખરીદી માટે આવતા નથી ગત વર્ષની નોટબૂક પણ હજી વેચાઈ નથી અને આ વર્ષે 70 ટકાથી વધુ વેપારમાં નુકશાની જવાની શક્યતા જણાઈ રહી છે. > મહેન્દ્રસિંગ રાજપુરોહિત, સ્ટેશનરીના વેપારી, અનાવલ

અન્ય સમાચારો પણ છે...