તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલિયાવાડી:બારડોલી RTO માટે ફાળવેલી જગ્યા 26 મહિનાથી વેરાન ને ઓફિસ ભાડાના જર્જરિત મકાનમાં

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
RTO બનાવવા મોતાગામે 2019માંં ફાળવાયેલી 3.46 હેકટરની જમીનમાં હજી એક ઇંટ મુકવામાં આવી નથી - Divya Bhaskar
RTO બનાવવા મોતાગામે 2019માંં ફાળવાયેલી 3.46 હેકટરની જમીનમાં હજી એક ઇંટ મુકવામાં આવી નથી
  • હાલ જર્જરિત RTO કચેરીમાં નથી શૌચાલયની સુવિધા, પીવાના પાણી માટે પણ મુશ્કેલી

ગુજરાતમાં મોટે ભાગની આરટીઓ કચેરી અધ્યતન અને સુવિધાઓથી સજ્જ થઈ છે ત્યારે સુરત જિલ્લાના 6 તાલુકાનાં લોકો માટે ઉપયોગી એવી વાર્ષિક 50 કરોડથી વધુની આવક ધરાવતી બારડોલી આરટીઓ કચેરી હજી ભાડાના જર્જરિત મકાનમાં અને કોઈ પણ સુવિધા વિના ચાલી રહી છે.

ભૂતકાળમાં આરટીઓના નવા મકાન માટે કચેરીના અધિકારીઓએ દ્વારા માંગ કરવામાં આવતા 2019માં મોટા ગામે 3.46 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બારડોલી આરટીઓ કાર્યવિસ્તારમાં જ રાજ્યના બે કેબિનેટ મંત્રીઓ હોવા છતાં આરટીઓના નવા મકાન માટે વિલંબ થતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. બારડોલી, મહુવા, માંડવી, ઉમરપાડા, માંગરોળ અને પલસાણા મળી 6 તાલુકાનાં લોકો ની અવાર જવર ધરાવતું આરટીઓ કચેરીના મકાન અત્યંત જર્જરિત હાલતમાં અને વર્ષોની ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે.

બારડોલી આરટીઓ માટે 26 મહિના પહેલાં મંજુર થયેલી જગ્યા પર હજી સુધી કોઈ કામગીરી હાથ ન ધરાતા હજી કામગીરી જુના મકાનમાં જ કરવી પડી રહી છે . તસ્વીર પાર્થિવ દેસાઈ
બારડોલી આરટીઓ માટે 26 મહિના પહેલાં મંજુર થયેલી જગ્યા પર હજી સુધી કોઈ કામગીરી હાથ ન ધરાતા હજી કામગીરી જુના મકાનમાં જ કરવી પડી રહી છે . તસ્વીર પાર્થિવ દેસાઈ

કચેરીમાં દૂર દૂરથી આવતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે
હાલ જર્જરિત મકાનમાં ચાલી રહેલી આરટીઓ કચેરીમાં સેંકડો લોકો પોતાના કામ માટે આવે છે છતાં અહી શૌચાલયની પણ સુવિધા નથી, જેથી કચેરીમાં આવતી મહિલાઓનેઘણી હાલાકી ભોગવવી પડે છે સાથે જ કચેરીમાં પીવાના પાણી માટે પણ કોઈ વ્યવસ્થા નથી માત્ર પાણીના કેરબાઓ ગોઠવવામાં આવે છે ત્યારે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આધુનિક ટ્રેક ન હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ જુની ઢબે લેવો પડે છે
કચેરીમાં આવનારાઓ માટે બેસવા સુધ્ધાની સુવિધાઓ નથી તો હાલની કચેરીના મકાનમાં બાંધકામના સળિયા પણ બહાર દેખાતા થઈ ગયા છે તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આવતા લોકો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પણ આધુનિક ટ્રેક નથી જૂની પધ્ધતિથી જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે.

મકાનના નિર્માણ માટે નકશાનો અંદાજ તૈયાર થઇ રહ્યો છે
નવા મકાન માટે જમીન ફાળવણી થઈ ગઈ છે મકાનના બાંધકામ માટે નકશા અંદાજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીના લીધે પણ કાર્યવાહીમાં થોડો વિલંબ થયો હોય શકે. પરંતુ આવનારા સમયમાં આરટીઓના નવા મકાનનું નિર્માણ થશે. > મિતેશ બંગાલે, આરટીઓ ઓફિસર, બારડોલી

અન્ય સમાચારો પણ છે...