ચોરી:તેન GIDCમાં શોરૂમ શરૂ થાય તે પૂર્વે જ તસ્કરો ખાતમુર્હૂત કરી ગયા

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ તોડેલું ફર્નિચરના શો રૂમનું શટર અને ઇન્સેટમાં શો-રૂમમાં મુકેલા ઉદ્ધાટનનો સામાન. - Divya Bhaskar
તસ્કરોએ તોડેલું ફર્નિચરના શો રૂમનું શટર અને ઇન્સેટમાં શો-રૂમમાં મુકેલા ઉદ્ધાટનનો સામાન.
  • બારડોલી પંથકમાં વધતી ચોરીથી ફફડાટ, નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ

બારડોલી નગર સહિત બારડોલી તાલુકામાં ચોરીના બનાવો દિન પ્રતિદન વધી રહ્યાં છે. ગત દિવસોમાં રાયમથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નગરમાં ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યાં છે. મંગળવારની રાત્રીએ તેન જીઆઈડીસીમાં શોરૂનનું ઉદ્દઘાટન થાય તે પહેલા જ તસ્કરોએ નિશાન બનાવી હતી, જોકે, સદનસિબે કશુ મોટું હાથ ન લાગ્યું હતું.

મંગળવારે રાત્રે તસ્કરોએ તેન જીઆઈડીસીમાં આવેલા જયઅંબે ફર્નિચરના શોરૂમમાં કસબ અજમાવ્યો હતો. હજુ શો રૂમનું ઓપનિંગનું મુહૂર્ત બાકી હોય તે પહેલા જ તસ્કરોએ ચોરીથી મુહૂર્ત કર્યું હતું. મુખ્ય દરવાજાનો લોક અને ગ્રીલ તોડી તસ્કરો ઘૂસ્યા હોવાનું ઘટના સ્થળ પરથી જોવા મળે છે. શોરૂમના માલિક શાંતિલાલ પટેલના જણાવ્યા અનુસાર શોરૂમ ચાલુ ન થયો હોવાથી કોઈ કિંમતી સામાન ન હતો.

અન્ય સમાચારો પણ છે...