ગ્રામજનોમાં ભયનો માહોલ:મોરી ઉછરેલ ગામમાં તસ્કરોએ ફરી એનઆરઆઈના ઘરના તાળાં તોડ્યા

કડોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં અવારનવાર ચોરીની ઘટના બનતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

બારડોલી તાલુકાના મોરી ઉછરેલ ગામે શુક્રવારની રાત્રીના સમયે તસ્કરોએ એક એનઆરઆઈના બંધ ઘરમાં હાથ અજમાવ્યો હતો. ઘરમાં કોઈ કિંમતી ચીજવસ્તુઓ ન હોય જેથી તેઓ કંઈ લઈ જવામાં સફળ રહ્યા ન હતાં. ચોરીની ઘટનાથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે . બારડોલી તાલુકાના મોરી ઉછરેલ ગામે આવેલ પટેલ ફળિયામાં સુમિત્રાબહેન વસંતભાઈ પટેલ જેઓનું ઘર આવેલ છે. તેઓ ઘર બંધ કરીને વિદેશમાં સ્થાયી થયા છે. શુક્રવારની મોડી રાત્રે તસ્કરોએ સુમિત્રાબહેનના ઘરનો મુખ્ય દરવાજાનો અડાગરો તોડી ઘરમાં ઘૂસ્યા હતાં.

ઘરમાં મુકેલ કબાટો ખોલી સામાન વેરવિખેર કરી દીધા હતાં. પંરતુ તસ્કરોને કોઈ કિમતી વસ્તુ હાથે લાગ્યુ ન હતુ. કબાટની તિજોરી અને ખાનાઓ ખોલી સામાન વેરવિખેર કર્યો હતો. જ્યારે કપડા તથા અન્ય સામાનને હાથ પણ લગાવ્યો ન હતો. જેથી તસ્કરોએ ખાલી હાથ ફરત ફરવું પડ્યું હતું. સુમિત્રાબહેન વિદેશમાં હોય અને કોઈ કિંમતી વસ્તુની ચોરી ન થઈ હોવાથી પોલીસ ફરિયાદ કરી નથી. પરંતુ ચોરીની ઘટના બનતાં ગામમાં ભયનોમાહોલ જોવા મળી રહ્યો છે. મોરી ઉછરેલ ગામે ભૂતકાળમાં પણ ચોરીના ઘણા બનાવો બનાવ્યા છે. જેથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર લોકોમાં સવાલો ઉઠ્યા
એનઆરઆઈના બંધ ઘરમાં ચોરી થઈ હતી જેથી ગામમાં ભય સાથે લોકો અસુરક્ષિત અનુભવી રહ્યાં છે. ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિગ પર સવાલ ઉઠાવ્યા હતાં. પોલીસનું નાઈટ પેટ્રોલિગં થતું નથી જેથી તસ્કોરનો ખુલ્લો દોર મળી ગયો છે. તેમજ ગત એક મહિના અગાઉ પણ બંધ એનઆરઆઈના ઘરના તાળા તૂટ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...