આત્મહત્યા:પત્ની પહેલા પતિની વરસીમાં જતાં બીજા પતિએ ઝેર પીધું

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના કઠોર ગામે જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા યુવક જયંતીભાઈ જગદીશભાઈ સોલંકી જેઓ ગત 10મીના રોજ નવી પારડી ખાતે આવેલી સુમુલ ડેરી પાસે ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કઠોર ખાતે રહેતા જયંતીભાઈ સોલંકી (38)ની પત્ની પોતાના પહેલા પતિની વરસી માટે મુંબઈ ખાતે ગઈ હોય. જે જયંતીભાઈને પસંદ ન હોય. પત્નીને અવાર નવાર ના પાડવા છતાં પત્ની એકની બે ન થતાં પતિને માઠુ લાગી આવ્યું હતું, અને આવેશમાં આવી કામરેજ તાલુકાના નવીપારડી સુમુલ ડેરી ખાતે ઝેરી પ્રવાહી પી લીધી હતી. જે અંગેની જાણ પરિવારને થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જયંતીભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...