તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સરપંચોએ મંત્રીને કહ્યું કે, TDO કામો મંજૂર કરવા ધક્કે ચડાવે છે

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીટિંગના નામે બોલાવી સરપંચોનું રસીકરણ કરાયા બાદ

તાજેતરમાં ટીડીઓ દ્વારા મીટીંગ નામે બોલાવી સરપંચોને કોરોના વેક્સિન મુકી દીધાની ઘટના બાદ બારડોલી ટીડીઓ સરપંચોને વિકાસના કામોની વહીવટી મંજૂરી માટે ધક્કે ચઢાવતા હોવાની રાવ સાથે બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

બારડોલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ ગત 3 જૂનના રોજ 15 માં નાણાંપંચ અંતર્ગત સરપંચો અને ડે.સરપંચોને હાજર રાખી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગના સરપંચોને કોરોનાની રસી મૂકવા બાબતે કોઈ જાણ કરવા વગર રસી મૂકી હોવાથી સરપંચોમાં તાલુકા વિકાસ અધિકારી સામે નારાજગી મળી હતી. જે બાદ તાલુકાનાં 12 ગામોના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિકાસના કામોની વહીવટી મંજૂરી બાબતે સરપંચોને ધક્કે ચઢાવાતા હોવાની ફરિયાદ સાથે બારડોલીના ધારાસભ્ય અને ગુજરાતનાં કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારના જન સંપર્ક કાર્યાલય પર આવી મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

અને જણાવ્યુ કે આમારા સરપંચ તરીકેના કાર્યકાળને હવે થોડો સમય બચ્યો છે અને વિકાસના કામોની વહીવટી મંજૂરી ટીડીઓ દ્વારા વહેલી ન આપવામાં આવતા કામો પૂર કરવામાં મુશ્કેલી થતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી તો મંત્રી એ પણ સરપંચોની રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...