તાંતીથૈયાની એક આટા મિલના સેલ્સમેને 4 મહિના અગાઉ બે મહિના જેટલા સમયમાં 25 પાર્ટીના બિલ બનાવી મુંબઈની પાર્ટીને માલ વેચી રૂપિયા નહિ આવતા મેનેજરે ઉઘરાણી કરતા પાર્ટીના બિલ પ્રમાણે ચેક કરતા પાર્ટીએ ઓર્ડર જ નહીં આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. ડ્રાઈવરને પૂછતાં તમામ માલ મુંબઈની કંપનીને આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. મેનેજરે સેલ્સમેન વિરુદ્ધ ફરિયાદ આપી હતી. કડોદરા બારડોલી રોડ પર મનીષ ફ્લોર મિલ છે. મિલ ખેડૂતો પાસેથી ઘઉં ખરીદી લોટ, મેંદો, રવો, ભુસુ વગેરે બનાવી વેચાણ કરે છે.
ઓર્ડર લાવવા સેલ્સમેન છે. સેલ્સમેન કંપનીના એકાઉન્ટમાં ઓર્ડર આપે છે અને ઓર્ડર પ્રમાણે બિલ બનાવી ટ્રાન્સપોર્ટ મારફતે કંપનીમાંથી માલ ડિલિવરી કરવામાં આવે છે. મિલમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા વિકાસ સ્વામીએ 3 સપ્ટેમ્બર 2021થી લઈ 2 ફ્રેબુઆરી 2022 સુધીમાં 25 પાર્ટીના બિલ બનાવી 55, 41, 398નો કંપનીનો માલ વેચ્યો હતો. માલ વેચ્યાના દોઢ મહિના બાદ પણ પેમેન્ટ નહિ આવતા મેનેજર ભવાની શંકર પારીખે કંપનીના માલિકને મનીષભાઈ ભવરલાલ જૈનને રૂપિયા બાબતે વાત કરી હતી.
જે દરમિયાન વિકાસ સ્વામી 1 માર્ચના રોજ મને કોરોના થયો છે. એમ કહી ગામ જતો રહ્યો હતો અને ફોન સ્વીચઓફ હતો જેથી મેનેજરે બીલની પાર્ટીનો સંપર્ક કરતા પાર્ટીએ માલ મગાવ્યો જ નથી. તેમજ કોઈ રૂપિયા બાકી નહિ હોવાનું કહ્યું હતું જેથી મેનેજરે ટ્રાન્સપોર્ટ ડ્રાઇવરને બોલાવી પૂછપરછ કરતા આ માલ સેલ્સમેનના કહેવાથી મુંબઈના મીરા રોડ એ.વન ટ્રેડિંગ થાણેના માલિક અમઝદભાઈના ગોડાઉનમાં ખાલી કર્યો હતો, જે બાદ જે તે દિવસનું ટ્રકનું GPS લોકેશન ચેક કરતા મુંબઈ મીરારોડ હતું, જેથી સેલ્સમેને કંપનીનો 55, 41, 398 રૂપિયાનો માલ બોગસ બિલથી અન્યને વેચી રૂપિયાની ઉપાચત કરી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે કંપનીમાં મેનેજરે અગાઉ કડોદરા પોલીસમાં અરજીઓ કરી હતી, જે અરજીનો જવાબ વિકાસ સ્વામીએ નહિ આપતા આખરે મેનેજર ભવાની પારીખે કડોદરા પોલીસ મથકમાં વિકાસ સ્વામી વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.