તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક સમસ્યા:ખેડપુરનો માર્ગ પાર્કિંગ ઝોનમાં ફેરવાતા હાલાકી

માંડવી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
માંડવી ફેદરિયા ચોકડી પર ખેડપુર જતાં માર્ગ પર આડેધડ વાહન પાર્કિંગને કારણે વકરેલી ટ્રાફિકની સમસ્યા. - Divya Bhaskar
માંડવી ફેદરિયા ચોકડી પર ખેડપુર જતાં માર્ગ પર આડેધડ વાહન પાર્કિંગને કારણે વકરેલી ટ્રાફિકની સમસ્યા.
 • કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ જરૂરી

માંડવી નગરનાં છેવાડે આવેલ ખેડપુર ગામ ખાતે મુખ્ય માર્ગ પર જ અનેક ચીજ વાસ્તુઓની લારીઓ પર ખરીદી કરવા ઉભા રહેતા વાહન ચાલકો પોતાનું વાહન માર્ગ પર જ મૂકી જતા કાયમ ટ્રાફિક સમસ્યાઓ ઉભી થતી રહે છે. કારણ કે માર્ગ સિંગલ ટ્રેક હોવાથી અને વાપી શામળાજી મુખ્ય માર્ગ હોવાથી મોટા વાહનો પણ ૨૪ કલાક પસાર થતા હોવાથી અમુક વાર તો વાહનોની લાંબી કતારો પણ થઈ જાય છે.

અત્રે ઉલ્લેખનીય એ વાત છે કે માર્ગ સાંકડો હોવાથી લારી ચાલકો સાથે અકસ્માત થવાનો ભય પણ સર્જાયેલો રહે છે. અગાઉ કિમ ખાતે રાત્રી દરમ્યાન માર્ગની બાજુમાં સુતેલ ૧૫ જેટલા વ્યક્તિઓને ટ્રક ચાલક દ્વારા કચડી કડાયા હતા. તેનાં એક સપ્તાહમાં જ વરજાખણ ખાતે ભજનમાં જતા માણસોથી ભરેલ છોટા હાથી માર્ગની બાજુમાં ઉભો હતો તેને એક ટ્રક ચાલક દ્વારા અડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું હતું.

બે દિવસ જ અગાઉ ફેદરિયા ખાતે એક બાઇક ચાલકને સામેથી આવતા ટ્રક ચાલક દ્વારા અડફેટે લેતા એક યુવકનું મોત થયું હતું. તો આવા બેફામ બનેલ ટ્રક ચાલકો દ્વારા આ સ્થળ પર કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? તેથી આ સ્થળ પર માર્ગ પર વાહન પાર્ક કરનારાઓને અટકાવાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો