તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ:વર્ષો જૂની પાણીની ટાંકીની માંગ હજી ન સંતોષાતા વોર્ડ નં.6ના રહિશો નારાજ

બારડોલી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
નબળા રસ્તામાં પાલિકાનું જ ટ્રેક્ટર ફસાયું - Divya Bhaskar
નબળા રસ્તામાં પાલિકાનું જ ટ્રેક્ટર ફસાયું
 • બારડોલીની ચૂંટણીમાં રહિશોની નારાજગી ભારે પડશે ?

બારડોલી નગરના વોર્ડ નં.6 ના રહીશોને પાણીની સમસ્યાને લીધે છેલ્લા 5 વર્ષથી ટાંકીની માંગ કરી રહ્યા છે, પરંતુ પાલિકા દ્વારા રહીશોની માંગણી ન સંતોષાતા વોર્ડ નં.6 ના રહીશો રોષે ભરાયા છે. સાથે વૉર્ડમાં યોગ્ય સફાઈ પણ ન થતી હોવાથી ગંદકીએ માઝા મૂકી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.બારડોલી નગરના વોર્ડ નં.6 માં પાણી માટે લાઇન તો બનાવવામાં આવી પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વસ્તીમાં વધારો થતાં રહીશોને પાણીની અગવડ પડી રહી છે. જેને લઈ વારંવાર રહીશો દ્વારા પાણીની ટાંકીની માંગ કરવામાં આવી છે.

જોકે રહીશોની માંગણી સંતોષવામાં પાલિકા નિષ્ફળ જણાઈ સાથે જ વોર્ડ નં 6 ના રહીશોના જણાવ્યા પ્રમાણે પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. જેને લઈ વોર્ડમાં ગંદકી વધી રહી છે, અને ગંદકીને લીધે રોગચાળાની પણ દહેશત રહીશો અનુભવી રહ્યા છે. સાથે જ નગરના અન્ય વોર્ડના હાલ ચૂટણી પૂર્વે માર્ગોના નવીની કારણ કરવામાં આવી રહ્યા છે. જેમાં રસ્તા બે ફૂટ જેટલા ખોદી ને નવા બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે વોર્ડ નં.6 માં જૂના રસ્તા પર જ કાર્પેટિંગ કરી દેવામાં આવતા રહીશો સાથે અન્યાય થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વોર્ડ નં.6 ના આસિયાના નગરમાં જવાના મુખ્ય રસ્તા નું પાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. હજીતો રસ્તાનું કામ ચાલેજ છે અને પાલિકાનું કચરો ભરેલું ટ્રેક્ટર ફસાઈ ગયું અને રસ્તામાં મોટો ખાડો પડી ગયો ત્યારે રસ્તાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે.

જગ્યાના અભાવે ટાંકી નથી બનાવી શકાઇ
વોર્ડ નં. 6 માં પાણી માટે મોટી ટાંકી બનાવવાની રહીશોની માંગ છે પરંતુ જગ્યાના અભાવે ટાંકી બનાવી શક્યા નથી. નવા ટી.પી. પ્લાનિંગમાં જગ્યાનું સેટિંગ કરાવી રહીશોની ટાંકીની માંગણી સંતોષી શું. - કાળુભાઈ શાહ, વોર્ડ નં.6ના નગરસેવક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો