ભાસ્કર ઇમ્પેક્ટ:કડોદ-મઢી રોડ પર ટ્રાફિક સમસ્યાનું નિમિત્ત બનેલા ડિવાઇડરોને દુર કરવાનું આખરે શરૂ

કડોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડોદ-મઢી રોડ પર ડિવાઈડર તોડવાની કામગીરી કરી રહેલું તંત્ર. - Divya Bhaskar
કડોદ-મઢી રોડ પર ડિવાઈડર તોડવાની કામગીરી કરી રહેલું તંત્ર.
  • ડિવાઇડરને કારણે સાંકડો બનેલો માર્ગ ફરી ખુલ્લો કરાશે

બારડોલી તાલુકાના કડોદ ગામે ગત વર્ષોમાં કડોદ – મઢી રોડ પર અંદાજિત 500 મીટર રોડને લાખોના બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું. જે કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હતી. જેથી સુવિધાને બદલે લોકો દુવિધાનો સામનો કરી રહ્યાં હતાં. જે અંગે અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. લોકોને પડતી મુશ્કેલી અંગે દિવ્ય ભાસ્કરમાં 9મી નવેમ્બરે વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ તંત્રએ ગંભીરતા દાખવતાં લોકોની મુશ્કેલીને દૂર કરવા માટે ડિવાઈડર તોડવાની તંત્રએ કામગીરી શરૂ કરી છે.

કડોદ – મઢી રોડ પર ગત વર્ષોમાં બ્યુટીફિકેશન માટે સીસીરોડ, ડિવાઈડર અને ગટરની કામગીરી કરવામાં આવી હતી. જેને લઇ રોડ પર ખાડા પડ્યા હતાં અને ગટરના ઢાંકણમાં પણ તૂટી જતાં તેમજ ડિવાઈડરને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ ઉપરાંત એમ્બ્યૂલન્સ હોસ્પિટલમાં આવવા જવામાં મુશ્કેલી પડી રહી હતી. ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે વિગતવાર અહેવાલ 9મી નવેમ્બરના રોજ રજૂ કર્યો હતો. જે અંગે તંત્રએ ગંભીરતા દાખવતા લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે કામગીરી શરૂ કરી હતી.

ગ્રામજનોને પડી રહેલી હાલાકી દુર થશે
મઢી રોડ પર ડિવાઈડરને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્દવતી હતી તેમજ એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં તકલીફ પડતી હતી. જે અંગે ગ્રામ પંચાયતમાં લોકોની રજૂઆત ડિવાઈડર દૂર કરવા આવતી હતી. હાલ ડિવાઈડર દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ડિવાઈડર દૂર થતાં લોકોને ટ્રાફિકની સમસ્યા દૂર થશે. ત્યાના રહીશોને પડતી અગવડ પણ દૂર કરીશું. - ધ્વની ભાવસાર, કડોદ, ડે. સરપંચ

અન્ય સમાચારો પણ છે...