તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિવકરીથી રાહત:સપ્તાહમાં રિકવરી રેટ 5 % વધીને 84 % પર પહોંચ્યો

બારડોલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરત ગ્રામ્યમાં દર્દીના સાજા થવાનો દર વધ્યો

સુરત જિલ્લામાં કોરોનાનો બીજો પિક એપ્રિલ માસમાં ભારે જાનહાની સર્જી હતી. જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ એટલી હદે વધી ગયું હતું કે સરકારી હોસ્પિટલો દૂર ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીથી ઊભરાઈ ગઈ હતી. આ દરમિયાન મરણાંક પણ વધતાં સ્મશાનોમાં પણ લાઈનો લાગી હતી. લોકોમાં કોરોના અંગે એક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

પરંતુ ગત એક સપ્તાહથી કોરોનાનો ટ્રેન્ડ બદલાયો હોય તેમ રિકવર સંખ્યા વધી રહી છે. ગત એક સપ્તાહ પહેલા રિકવર રેટ 79.13 ટકા હતો. જે વધીને હાલ 84.00 ટકા પર પહોંચી ગયો છે. જેથી આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ સાવચેતી હજી જરૂરી છે.

સોમવારે નવા 347 કેસ સામે 337 દર્દી રિકવર
સુરત જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિમાં નજીવો સુધારો આવી રહ્યો છે. જ્યારે છેલ્લા થોડા દિવસથી રિકવર દર્દીની સંખ્યામાં વધારો થતાં કંઈક અંશે રાહત અનુભવી છે. સોમવાર 347 સામે 337 લોકોએ કોરોનાને માત આપી છે. પરંતુ હજુ પણ મોતનો સીલસીલો યથાવત રહ્યો છે.

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. જિલ્લામાં રોજિંદા કેસ 400ની આસપાસ સામે આવી રહ્યાં છે. આ કેસો ઓછા કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. જ્યારે કોરોના સામે સાજા થનાર દર્દીની સંખ્યામાં જોકે વધારો થઈ રહ્યો છે. જે સારી બાબત કહી શકાય. પરંતુ કોરોનાને કારણે દરરોજ દર્દીઓ જીવ ગૂમાવી રહ્યાં છે જેને અટકાવવા આરોગ્ય તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે.

સુરત જિલ્લામાં સોવારના રોજ 347 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેની સાથે કુલ 25777 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 337 લોકોએ કોરોનાને માત આપતાં અત્યરા સુધીમાં 21679 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. જ્યારે આજરોજ ઝંકવાવનો 49 વર્ષીય યુવક, કામરેજની 48 વર્ષીય મહિલા અને ઓલપાડનો 82 વર્ષીય પુરુષે કોરોના સામેની જંગ હારી છે. જિલ્લામાં મોતનો આંકડો 357 પર પહોંચ્યો છે.

સોમવારે નોંધાયેલા કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી254601
ઓલપાડ483291
કામરેજ585117
પલસાણા273071
બારડોલી514129
મહુવા591424
માંડવી401536
માંગરોળ292392
ઉંમરપાડા10216
કુલ34725777
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો