તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રનો અનુરોધ:ઓવરબ્રિજના નિર્માણને લઇ સાયણ-કીમ વચ્ચેનું રેલવે ફાટક 31 ડિસેમ્બર સુધી બંધ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ રૂટ પરના વાહનોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્રનો અનુરોધ

સાયણ કીમ રેલવે સ્ટેશન વચ્ચે આવતા રેલ્વે ક્રોસિંગ નં.154 ખાતે રોડ ઓવરબ્રિજ બનાવવાના હેતુસર આ રેલવે ફાટક તા.31/12/2021 સુધી બંધ કરવામાં આવી છે. રેલ્વે ફાટક નં.154 બંધ રહે તે દરમિયાન વૈકલ્પિક વાહન વ્યવહાર અને લોકોની અવર-જવર આ રૂટ પરથી જઇ શકશે. જેમાં ઓલપાડ, કીમ તથા આજુબાજુથી આવતા-જતા વાહનોને સાયણથી શેખપુર જવા માટે સાયણ કારેલી મુળદ રોડ પરથી કારેલી ફુડસદ રોડ થઈ એલ.સી. ૧૫૬ પરથી શેખપુર ફુડસદ રોડ રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઈ શકશે.

તથા સાયણ ચોકડી થઈ ઓલપાડ સાયણ રોડ (રાજય ધોરી માર્ગ નં.167) પર આવેલા સાયણ-વેલંજા શેખપુર પર બન્ને તરફ ટ્રાફીક જઈ શકશે. શેખપુર થી આવતા જતા વાહનોને શેખપુર થી કારેલી જવા માટે શેખપુર વેલંજા સાયણ રૂટ પરથી સાયણ કઠોર રોડ (રાજ્ય ધોરી માર્ગ નં.167) પર સાયણ ચોકડી થઈ સાયણ કારેલી મુળ રોડ પરથી કારેલી તથા શેખપુર ફુડસદ રોડ થઈ એલસી 156 પરથી કારેલી ફુડસદ રડ થઈ સાયણ કારેલી મુળદ રોડ રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઈ શકાશે. સુરત ઉપરોક્ત કામગીરીની લઇ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે એમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...