ચૂંટણીના મુરતીયાઓની એફિડેવિટ:બીજી વખત ચૂંટણી લડતા ઉમેદવારોની મિલકતના કરોડો રૂપિયા વધ્યા, તો કોઈના લાખ્ખો રૂપિયા ઘટ્યા

બારડોલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત તાપી જિલ્લાની 8 વિધાનસભાની બેઠક પર રીપિટ 7 ઉમેદવારે બંને ચૂંટણીમાં બતાવેલ જંગમ અને સ્થાવર મિલકતનો તફાવત
  • માંગરોળના ઉમેદવાર ગણપત વસાવાની જંગમ અને સ્થાવર મિલકતોમાં કરોડો રૂપિયાનો વધારો
  • સુરત તાપી જિલ્લામાં રિપીટ ઉમેદવારે બે ટર્મની આપેલી મિલકતની વિગતો

સુરત તાપી જિલ્લાની આઠ બેઠકમાંથી ભાજપના 4 અને કોંગ્રેસના 3 મળી કુલ 7 ઉમેદવારો રીપિટ કર્યા છે. ત્યારે ગત ટર્મની ચૂંટણી અને હાલની ચૂંટણીમાં રીપિટ ઉમેદવારોની મિલકતમાં કોઈ ઉમેદવાર કરોડ રૂપિયાની આવકમાં વધારો થયો, જ્યારે કોઈ ની મિલકતમાં લાખ્ખો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

ગત ચૂંટણી અને તાજેતરની ચૂંટણીમાં બતાવેલ મિલકતની સરખામણીમાં સૌથી વધુ માંગરોળ બેઠકના ભાજપના ઉમેદવાર ગણપતભાઇ વસાવાની જંગમ મીલકતમાં 1,46,23,048 રૂપિયા અને સ્થાવર મિલકતમાં 2,17,65,000 રૂપિયાનો વધારો નોંધાયો છે.

જ્યારે ગત ટર્મની સરખામનીમાં આ વખત નિઝર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુનિલભાઈ ગામીતની જંગમ મિલકતમાં 3,51,761 રૂપિયાનો, અને બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરભાઈ પરમારની જંગમ મિલકતમાં 17,41,216 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે, સ્થાવર મિલકતમાં મહુવા બેઠકના ભાજપના એકમાત્ર ઉમેદવાર મોહનભાઈ ઢોડિયાનો એક પણ રૂપિયાનો વધારો થયો નથી.

સોનામાં કોઇ વધારો નહીં
રીપીટ તમામ ઉમેદવારોનું સોનું પાંચ વર્ષમાં વધારો નહી સુરત તાપી જિલ્લાની બેઠકોના રીપિટ ઉમેદવારોએ ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખત જંગમ અને સ્થાવર મિલકતની મુકેલ એફિડેવિટમાં 6 ઉમેદવારોમાં એક પણ ઉમેદવારનું સોનુમાં વધારો થયો નથી. પાંચ વર્ષ પહેલાં ઉમેદવાર પાસે જેટલું સોનું હતું, એટલું જ હાલમાં પણ છે.

અન્ય સમાચારો પણ છે...