તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લડત રંગ લાવી:બારડોલીની ત્રણેય કોલેજનું ખાનગીકરણ અટક્યું, નિર્ણય પાછો ખેંચાયો

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલી કોલેજનું ખાનગીકરણ અટકતા વિદ્યાર્થીઓએ ફટકાડા ફોડવાની સાથે ગરબા ગાઇને ઉત્સવ મનાવ્યો હતો. - Divya Bhaskar
બારડોલી કોલેજનું ખાનગીકરણ અટકતા વિદ્યાર્થીઓએ ફટકાડા ફોડવાની સાથે ગરબા ગાઇને ઉત્સવ મનાવ્યો હતો.
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉગ્ર વિરોધ બાદ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનું માંડી વળાયું

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની લડત બાદ બારડોલીની ત્રણેય કોલેજનું ખાનગી કરણ કરવાનો નિર્ણય પાછો લેવાતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો છે. બારડોલીમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ એમ ત્રણે કોલેજ મળી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ નજીવી શિક્ષણ ફી ભરી સરકારી અનુદાનથી ચાલતી આ કોલેજમાં અભ્યાસ મેળવી પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. આ ત્રણે કોલેજનું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માંથી ખાનગીકરણ કરી ઉકા તરસાડીયા યુનિવર્સિટી માં જોડવાની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓને ઊંચી ફી ભરવાનો વારો આવે એમ હોવાથી અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું હતું.

જેના વિરોધ બાદ વિદ્યાર્થીઓની માગં યોગ્ય જણાતા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઇ કોલેજનું ખાનગીકરણ અટકાવી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જ આ કોલેજોને ચાલુ રાખવાનો નિર્ણય કરાતા વિદ્યાર્થીઓની માગણી સંતોષાઈ હતી જેની ઉજવણીના ભાગરૂપે ત્રણે કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા રીબીન કાપી કોલેજમાં પ્રવેશ કર્યા બાદ સરસ્વતી વંદના કરી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.

આખરે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાયો
બારડોલીની ત્રણે કોલેજના ખાનગીકરણના નિર્ણય સામે અમે વિરોધ પ્રદર્શિત કરી નિર્ણય પાછો ખેંચવા લડત ચલાવી હતી. આખર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે. - વિક્રમસિંહ રાજપૂત, વિદ્યાર્થી

ગરીબ પરિવારના છાત્રો પરથી સંકટ ટળ્યું
સરકારી ગ્રાન્ટેડ કોલેજનું ખાનગી કરણ થાય તો, ગરીબ અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓને ફીનું ભારણ આવી શકે. વધુમાં વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીની ડીગ્રી મળે, સરકારી યુનિ.ની ડિગ્રીથી વંચિત રહી જાય, એમ હતું. ખાનગીકરણ અટકાવવાનો સરકારનો નિર્ણય આવકાર્ય છે. - જયકર પંડ્યા, અધ્યાપક, બારડોલી કોલેજ

અન્ય સમાચારો પણ છે...