નગરપાલિકાની તૈયારી:ટીપીના 6 પ્લોટ આસપાસ કંપાઉન્ડ વોલ બનાવતા દબાણ થતુંં અટકશે

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી પાલિકાનો ટાઉન પ્લાનિંગના ખુલ્લા પ્લોટ પર કંમ્પાઉન્ડ વોલ બનાવવા પાલિકાએ તૈયારી કરી છે. - Divya Bhaskar
બારડોલી પાલિકાનો ટાઉન પ્લાનિંગના ખુલ્લા પ્લોટ પર કંમ્પાઉન્ડ વોલ બનાવવા પાલિકાએ તૈયારી કરી છે.
  • 60 લાખના ખર્ચે કંપાઉન્ડ વોલ બનાવવા બારડોલી નગરપાલિકાની તૈયારી
  • સુરક્ષા દિવાલ બનતાં દબાણના કારણે લોકો સાથે થતુંં ઘર્ષણ પણ નહીં થાય

બારડોલી નગરમાં ટીપી 1 અને 2માં આવેલ પાલિકના 6 પ્લોટમાં ફરતે અંદાજીત 60 લાખના ખર્ચે કંપાઉન્ડ વોલ બનાવવાની તૈયારીઓ થઈ ગઈ છે. જે માટે તાંત્રિક મંજૂરી મળી ગઈ છે. વોલ બનાવવાથી ટીપીના પ્લોટમાં થતા દબાણ કાયમ માટે દૂર થશે. પાલિકાએ દબાણકારો સાથે થતો સંઘર્ષ પણ દૂર થશે. બારડોલી નગરમાં ટીપી સ્કીમ 1 અને 2 મંજુર થયા બાદ નગરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલ ટીપીના 6 પ્લોટ હાલ ખુલ્લા છે. નગરનો વધતો વિકાસ જોતા પ્લોટમાં દબાણ થવાની શક્યતો થઈ શકે છે.

વધુમાં દબાણ થતા ખુલ્લા કરવા માટે પાલિકાએ ખોટા સંઘર્ષમાં પણ આવું પડે છે. પ્લોટની બાઉન્ડરી પણ નકકી ન હોવાથી ઘણી વખત દબાણ થઈ શકે છે. આવા ઘણા કારણોને ધ્યાનમાં લઈ પાલિકાએ ટીપીના પ્લોટની કાયમી બાઉન્ડરી થઈ શકે, અને ફરતે કમ્પાઉન્ડવોલ બનાવવામાં આવે તો, ગેરકાયદે થતાં દબાણો અટકી શકે. પાલિકાના ટીપીના 6 પ્લોટની ફરતે કમ્પાઉન્ડવોલ બનાવવાનું નક્કી થયું હતું. જે માટે એસ્ટીમેન્ટ આધારે 60 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

જેની તાંત્રિક મંજૂરી પણ મળી ગઈ છે. વહીવટી મજૂરી મળતા ટીપીના પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. ટીપી સ્કીમ નં.1 અને 2માં 6 પ્લોટમાં આશાપુરા માતા મંદિર નજીક, શામરીયામોરા, વી.કે.ટાવર, પાટીદારજીન, પાટીદાર શોપિંગ સેન્ટર, ઓમ નગરમાં આવેલ છે. આ વિસ્તારના પ્લોટમાં આરસીસી વોલનું કામ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...