વોન્ટેડ આરોપીની ધરપકડ:કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરી અને લૂંટના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોસંબા પોલીસ મથકમાં ચોરી અને લૂંટનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે બાતમી આધારે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જિલ્લાના કોસંબા પોલીસ મથકમાં એક ઇસમ પાસેથી રોકડ 16 હજારની ચોરી તથા અન્ય એક ગુનામાં મોબાઇલ તથા 2,500 રોકડની લૂંટ કરી રાહુલ ઉર્ફે ટામેટો રાજુ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન પી.આઈ એચ.બી.ગોહીલ અને આ.હે.કો હિમાંશુ રશ્મિકાંતનાઓએ બાતમી આધારે રીઢા આરોપીની અટકાયત કરી છે. રાહુલ વસાવા વિરુદ્ધ ભૂતકાળમાં ભરૂચ સીટી અને કોસંબા પોલીસ મથકમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...