તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:બારડોલી ફાયર સ્ટેશનની બાજુમાં ચેમ્બરનું ઢાંકણ તૂટી જતા પડેલો ખાડો જોખમી બન્યો

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અકસ્માત નોતરી રહેલો માર્ગ વચ્ચેનો ખાડો - Divya Bhaskar
અકસ્માત નોતરી રહેલો માર્ગ વચ્ચેનો ખાડો

બારડોલી નગરના ફાયર સ્ટેશની બાજુમાં જ રસ્તાની વચ્ચે ચેમ્બરનું ઢાંકણ તૂટી ગયેલ છે. હાલ, વાહન ચાલકોને અકસ્માતથી બચાવવા હંગામી આળસ મૂકી છે. જે દિવસ દરમિયાન દેખાઈ શકે,રાત્રી દરમ્યાન ઢાળ સાથેનો રસ્તો હોવાથી સામસામે વાહનો પસાર થતા લાઈટના કારણે આ ચેમ્બરનો ખાડો ગંભીર અકસ્માત નોતરી શકે છે.

બારડોલી નગરપાલિકાની ગટરલાઈનની ચેમ્બરોના ઢાંકણ તૂટવાની સમસ્યા સામાન્ય લાગે, પરંતુ નગરજનો માટે માથાના દુખાવા સમાન છે. હાલ, બારડોલી પાલિકાના ફાયર સ્ટેશનની બાજુમાં જ રસ્તાની વચ્ચે ચેમ્બરનું ઢાંકણ તૂટી જતા ખાડો પડી ગયો છે. દિવસ દરમિયાન અકસ્માતથી બચાવવા હાલ પાઈપની રિંગ આળસ તરીકે મુકી, પરંતુ રાત્રી દરમિયાન અકસ્માત નોતરી શકે છે. ઢાળ હોવાના કારણે સામસામે રસ્તો ક્રોસ કરતા વાહનોની લાઈટના કારણે ચેમ્બરમાં પડેલ ખાડો વાહન ચાલકોને દેખાતો નથી.

પરિણામે ખાસ કરી ટુ વહીલર વાહન ચાલકોને ગંભીર અકસ્માત થઈ શકે તેવો માહોલ છે. પાલિકાના વહીવટદારો ચેમ્બરનો ખાડો જલ્દી રીપેરીંગ કરાવવા એજન્સીના કાન આમળવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો