બકરીનો શિકાર:બકરીને દીપડો લઇ ગયો, ગ્રામજનો લઈ આવ્યા તો ઘર નજીક આંટા ફેરા

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કીકવાડ ગામે દીપડો 6 ફૂટ ઊંચી ફેનસિંગ કૂદી બકરીના બચ્ચાંને દબોચીને લઇ ગયો

બારડોલી તાલુકાના કીકવાડ ગામે ગભાણ ફળિયામાં ગુરુવારની રાત્રીના દીપડો બકરીનો શિકાર કરી ગયો હતો. જે અંગે જાણ માલિકને થતાં ગ્રામજનો અને એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમ ખેતરમાં પહોંચતાં દીપડો બકરીને દબોચી બેઠો હતો. દીપડો બકરીના બચ્ચાને મુકી ખેતરમાં પલાયન થયો હતો. દીપડો મોડી રાત્રી સુધી શિકાર કરવા ઘર નજીક આંટા ફેરા મારતો નજરે પડ્યો હતો.

ગુરુવાર રાત્રીના કિકવાડ ગામે ગભાણ ફળિયામાં નવીનભાઈ ચૌધરીએ ઘરના વાડામાં બકરાનો અવાજ આવતાં તેઓ વાડામાં જતા દીપડો બકરીના બચ્ચાને લઈ ગયો હતો. બકરા રાખ્યા હતા તે જગ્યાએ 6 ફૂટ ઊંચી ફેન્સિંગ છે. જે ફેન્સિંગ કુદી વાડામાં પ્રવેશી બકરીના બચ્ચાંને લઇ ગયો. ફળિયાના રહીશો જાણ થતાં ભેગા થઈ ખેતરમાં ગયા હતાં. જ્યાં દીપડો બકરીને દબોચીને બેઠો હતો.

લોકોને જોઈ દીપડો ખેતરમાં પલાયન થયો હતો. ઘટના અંગેની જાણ નવીનભાઈએ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરતાં ટીમ સાથે ઘટના સ્થળ પર આવી તપાસ કરતાં પંજા જોવા મળ્યા હતાં. ખેતરમાંથી દીપડાનો અવાજ સંભળાતાં હાજરી જણાય હતી. ત્યારબાદ પાજરુ મુકવા વનવિભાગને જાણ કરી હતી. દીપડો મોટી રાત્રી સુધી બકરીના શિકાર માટે નવીનભાઈના નજીક આંટાફેરા મારતો નજરે પડ્યો હતો.

મહિના અગાઉ દીપડો પાંજરે પુરાયો હતો
ગત મહિનામાં દીપડો નવીનભાઈના ઘરે બકરાનો શિકાર કરવા માટે આવતો હોય જેથી વનવિભાગને જાણ કરતાં વનવિનભાગ દ્વારા પાંજરુ ગોઠવવામાં આવ્યું હતુ અને એક મહિના અગાઉ દીપડો પાંજરે પુરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...