ફરિયાદ:અંત્રોલીમાં સસ્તા અનાજ દુકાન સંચાલક અનાજ બારોબાર વેચતો હોવાની રાવ

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પહેલા જ ગ્રામજનોએ પરવાનેદારને અનાજ સગેવગે કરતા પકડ્યો હતો

પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર ગરીબ આદિવાસીઓને મળવા પાત્ર અનાજની જગ્યાએ ઓછું અનાજ આપી, વધેલું અનાજનો ગેરકાયદે વેપાર કરતો હોવાની ફરિયાદ સાથે રહીશોએ મામલતદારને લેખિત રજૂઆત કરી પરવાનો રદ કરવાની માગ કરી છે. મામલતદારને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ સોમવારે અંત્રોલી ગામે સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવનાર હેમંતકુમાર બોલીવાલ હળપતિઓને અનાજ ઓછું આપી વધેલું અનાજ બારોબાર સગેવગે કરે છે

ગત 30 જુલાઇના રોજ હેમંત બોરીવાલને સરકારી અનાજ સગેવગે કરતો હોવાના પુરાવા રૂપે રહીશોએ વિડીયો લીધો હોવાનું રહીશોએ જણાવ્યું છે. ગરીબોનું અનાજ સગેવગે કરી વેચાણ કરતો પરવાનેદાર ગેરકાયદે કમાણી કરતાં હોવાની મામલતદારને રજૂઆત સાથે દુકાનનો પરવાનો રદ કરવાની માંગ ગામના રહીશોએ કરી છે. પુરવઠા મામલતદારને ઘણી વખત ફરિયાદ કરી હોવા છતાં ગરીબ રેશનકાર્ડ ધારકોને સંભાળતા ન હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ પરવાનો રદ કરીને સ્થાનિકને આપવા બાબતે પણ સ્થળ પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...