ઉજવણી:આયોજકોનો એકસૂર, લોકોના આરોગ્યની સલામતી માટે આ વર્ષે ગરબા નહીં

બારડોલી/વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી સહિત સુરત અને તાપી જિલ્લાના મોટા ગરબા આયોજકોએ કહ્યું
  • લોકોની સલામતી માટે આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરીએ

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે સાવચેતી ખૂબ જરૂરી છે. આવા સંજોગમાં ગણેશ ઉત્સવ સહિતના પર્વની ઉજવણી થઈ નથી. તાજેતરમાં નવરાત્રી મહોત્સવ આવી રહયો છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્ય સરકાર ગરબા માટે કદાચિત છૂટ આપે તેવા સંજોગો જણાઈ રહ્યા છે. ત્યારે બારડોલી અને વ્યારામાં વર્ષોથી નવરાત્રી મહોત્સવના આયોજકોએ કોરોના જેવી મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ભલે સરકાર ગરબાની છૂટ આપે, પરંતુ ગરબા આયોજકો આ વર્ષે નવરાત્રીનું આયોજન નહિ કરવા જણાવે છે. જેનું કારણ ગરબામાં ભીડ થવાથી ઘણા લોકો સંક્રમિત બની શકે. જેથી લોકોની સલામતીની પહેલી અગ્રીમતા આપવી પડે છે. સરકાર ભલે છૂટ આપે તો પણ, અમો ગરબાનું આયોજન કરવામાં નહિ આવે, આયોજકોએ એક સુર પુરાવ્યો હતો.

લોકોની સલામતી જરૂરી
છેલ્લા 4 વર્ષથી લોટ્સગ્રુપ બારડોલી નગરમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે. રોજના 5500 જેટલા ગરબાપ્રેમીઓનો મેદાનમાં નવ દિવસ થનગનાટ જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી નવરાત્રીનું આયોજન નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. > પપ્પુભાઈ શાહ, આયોજક લોટ્સગ્રુપ, બારડોલી

ભીડને કારણે સંક્રમણ વધશે
બારડોલીમાં સ્વર્ણિમગ્રુપ દ્વારા નવરાત્રી મહિત્સવનું ભવ્ય આયોજન કરાય છે. જોકે, આ વર્ષે કોરોનામાં સોશીયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું પણ ખૂબ જરૂરી છે. જે નવરાત્રીમાં શક્ય નથી. ભીડ થતા સંક્રમણ વધી શકે. જનહિતને ધ્યાનમાં રાખી આ વર્ષે નવરાત્રીનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. > દેવુભાઈ ચૌધરી, ટ્રસ્ટી સ્વર્ણિમગ્રુપ, બારડોલી

ભક્તોના આરોગ્યની ચિંતા
બારડોલી અંબિકાનિકેતન મંદિરમાં વર્ષોથી નવરાત્રીમાં ગરબાની રમઝટ ચાલે છે. આ વખતે માતાજીના ચાચર ચોકમાં સાદા ગરબા પણ નહિ થશે. માનવ મહેરામણ ભેગું થતાં ભક્તજનો સંક્રમિત થવાના ડર ને લીધે ગરબાનો કાર્યક્રમ નહિ કરવાનો નિર્ણય લેવાયો છે. > દિનેશભાઇ દેસાઈ, પ્રમુખ, ગોવિંદશ્રમ ટ્રસ્ટ, બારડોલી

હાલ જોખમ લેવાય તેવું નથી
વ્યારા નગર માં જુના બસ સ્ટેડન પાસે ભવ્ય નવરાત્રી ના આયોજન કરનાર લીમડા ગ્રુપ યુવક મંડળે ના આયોજક કુલીનભાઈ પ્રધાને જણાવ્યું હતું હાલ ચાલી રહેલી કોવિડ 19 મહામારી ના સમય માં નવરાત્રી આયોજન માટે હાલ કોઈ પણ જોખમ લેવાઈ એમ નથી. > કુલીનભાઈ પ્રધાન, આયોજક લીમડા ગણેશ યુવક મંડળ, વ્યારા

આ વર્ષનો કાર્યક્રમ મુલતવી
વ્યારા નગરમાં ગાયત્રી સોસાયટી નજીક નવરાત્રિના આયોજન કરનાર બાહુબલી મંડળ પણ હાલ કોરોના મહામારીના કારણે ચિંતિત છે. માતાજીની લાગણીઓ પણ છે. પરંતુ લોકોના આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું છે. જેથી નવરાત્રીનું આયોજન નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. > નિરાવભાઈ અર્ધ્વર્યું, આયોજક બાહુબલી મંડળ, વ્યારા

​​​​​​​ગરબા આયોજન શક્ય નથી
બુહારી ગામમાં છેલ્લા 8 વર્ષથી માતાજીના ભક્તો માટે ભવ્ય ગરબાનું આયોજન કરતા વાઇબ્રન્ટ ગ્રુપ બુહારી ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારી ગાઇડલાઇનું પાલન કરાવવું અઘરૂં છે. જેથી ગરબા આયોજન શક્ય નથી.> સુરજભાઈ દેસાઈ, આયોજક વાઇબ્રન્ટ ગરબા મહોત્સવ, બુહારી

અન્ય સમાચારો પણ છે...