તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:લિંકરોડને જોડતા બોક્સ કલવર્ટ માટે પાલિકા જગ્યા પસંદ ન કરી શકતા કામગીરી અટવાઇ

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બારડોલીની કેનાલ પાસે બનેલો લિંકરોડ. - Divya Bhaskar
બારડોલીની કેનાલ પાસે બનેલો લિંકરોડ.
 • બારડોલી પાલિકાની ટીમ સ્થળ વિઝિટ પણ કરી આવી છતાં અવઢવમાં

બારડોલી નગરમાં કેનાલની બંને તરફ બનાવાયેલા લિંકરોડને જોડવા 2 બોક્સ કલવર્ટ બનાવવાનું નક્કી થયું હતું. જેમાં એક સિંચાઈ વિભાગ અને બીજી પાલિકા બનાવવાનું નક્કી થયું હતું. જેમાં પાલિકાની ટીમ દ્વારા વિઝીટ કરવા છતાં હજુ સ્થળ પસંદ કરી શકી નથી. જેના કારણે કામગીરી અટવાઇ છે.

બારડોલી નગરના અલંકાર સિનેમાંથી બારડોલી કડોદરા રોડને જોડતી કેનાલની બંને તરફના માર્ગનું અંદાજીત 4 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવી ડેવલોપ કરવામાં આવ્યો હતો. જે બંને રોડને જોડતી 2 બોક્સ કલવર્ટ (પુલ) બનાવવાનું નક્કી થયું હતું, જેમાં 1 સિંચાઈ વિભાગ અને 1 પાલિકા દ્વારા બોક્સ કલવર્ટ બનાવવાનું નક્કી થયું હતું. જેમાં સિંચાઈ વિભાગે ગોકુલધામ સોસાયટી પાસે બનાવવાનું નક્કી થયું હતું, જ્યારે બારડોલી નગરપાલિકાના વહીવટીવડા સ્થળ પસંદગીનો નિર્ણય લઇ શક્યાં નથી. પાલિકાની ટીમ કેનાલ પર વિઝીટ પણ કરવામાં આવી હતી. છતાં જગ્યા બાબતે અસમંજશમાં હોવાનું જાણવા મળેલ છે. સ્થળ વિઝીટ કરીને એક વીક થવા આવ્યું છે. વિકાસના કામ બાબતે નિર્ણય લેવામાં ઢીલ થઈ રહી છે. કેશરકુંજ સોસાયટી પાસે બનાવવાનું વિચારણા હોવાનું જાણવા મળેલ છે. જો કે, વહીવટી વડા કોમલ ધીનૈયાનો નિર્ણય આખરી હોવાથી ફાઇનલ ડીસિઝન લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો