તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કામરેજ ટોલનાકા પર 10 હજારની લૂંટ ચલાવનારો 10 વર્ષે પકડાયો

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

2011માં કામરેજ ટોલનાકા પર કર્મચારી પાસેથી 10 હજારની લૂંટ કરીને નાસી ગયલા આરોપીને એસઓજી પોલીસે ઘલુડી પાસેથી ઝડપી પાડ્યો હતો.

ગત 12-9-2011ના રોજ કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલ નાકા પર ફરજ બજાવતાં મક્ષીકંદા સ્વામી નાલાકલ કોક્લ સવારે 5.00 વાગ્યાના અરસામાં આરોપી 10000 રૂપિયાની લૂંટ કરીને ભાગી છૂટ્યો હતો. જે ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો હતો. આ આરોપી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો. જે આરોપીને શોધવા માટે એસઓજી પીઆઈ કે. જે . ધડુકનાઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી. એસઓજી શાખાના હેકો રોહિતભાઈ બાબુભા તથા જગદીશભાઈ કામરાજભાઈનાઓને બાતમી મળી હતી કે આરોપી કામરેજ તાલુકાના નવીપારડી રાજહોટલ પાસે ઘલુડી જવાનો રોડ પાસેથી રઝાક જુમ્મા ડફેર (38) (મૂળ.રાજકોટ, હાલ રહે. કચ્છ)ને પકડી પાડ્યો હતો.

રઝાક લૂટના 4 ગુનામાં પકડાઇ ચુક્યો છે
પૂછતાછમાં આરોપીએ કબૂલ્યું હતુ કે તે અમરેલી જિલ્લામાં એક લૂંટ, ખેડા જિલ્લામાં બે લૂંટ અને આણંદ જિલ્લામાં એક લૂંટના ગુનામાં પકડાયેલો છે. જે તમામ ગુનામાં જામીન પર છૂટ્યો હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો