કોરોના અપડેટ:જિલ્લામાં મંગળવારે વધુ 136 કેસ, કોરોના સંક્રમિતોનો આંક 33 હજાર પાર, 59 સાજા

બારડોલી, માયપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકોને અને વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થવાનું નોંધાયું છે. બાળકો સંક્રમિત થતાં વાલીઓમાં ચિંતાનું મોજુ ફેલાયું છે. આજરોજ સંક્રમિત થયેલા 134 પૈકી 27થી 20 વર્ષથી ઓછી ઉંમરના નોંધાયા છે. જિલ્લામાં કુલ 33080 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સુરત જિલ્લામાં મંગળવારના રોજ 136 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંક્રમિતો 33080 થયા છે. જ્યારે આજે સતત બીજા દિવસે જિલ્લામાં કોરોનાને કારણે એક મોત નીપજ્યું છે.

બારડોલી તાલુકાના સરભોણ ગામે રહેતી 58 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. અત્યાર સુધીમાં જિલ્લામાં 491 લોકોએ કોરોના સામેની જંગ હારી ગયા છે. આજરોજ 59 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 31882 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસ વધીને 707 પર પહોંચ્યા છે.

મંગળવારે નોંધાયેલા કેસ

તાલુકોકેસ
ચોર્યાસી11
ઓલપાડ23
કામરેજ24
પલસાણા7
બારડોલી34
તાલુકોકેસ
મહુવા21
માંડવી8
માંગરોળ8
ઉંમરપાડા0
કુલ136

નાના બાળકો પણ સંક્રમિત
જિલ્લામાં આજરોજ સંક્રમિત થયેલા દર્દીઓ પૈકી 16 ટકા દર્દીઓ તો 1થી 20 વર્ષની ઉંમરના નોંધાયા છે. જેમાં એક 2 અને 3 વર્ષના બાળકો પણ સંક્રમિત થયા છે.

તાપી જિલ્લામાં કોરોનાના 3 કેસ
તાપી જિલ્લાના 7 તાલુકામાં છેલ્લા દસ દિવસ દરમિયાન કુલ 64 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજરોજ તાપી જિલ્લામાં 3 કેસ નોંધાયા છે, જેમાં વ્યારા, વાલોડ અને સોનગઢ તાલુકામાં એક -એક એમ 3 કેસ છે. જિલ્લામાં આજરોજ તંત્ર દ્વારા કુલ 1338 સેમ્પલો લેવાયા હતા તે પૈકી 1335 નેગેટીવ કેસ આવ્યા છે.

છેલ્લા દસ દિવસમાં કુલ 64 કેસ થયા છે. આજરોજ સારવાર લેનાર સંક્રમિત 46 લોકો જિલ્લામાં છે, જેમાંથી 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બાકીના 44 દર્દીઓ ઘરમાં કોરોન્ટાઇન છે. જિલ્લામાં કોરોના દર્દીઓ 3970 કેસો નોંધાયા છે. જેમાંથી કોરોણાની સારવાર લઇ 3792 દર્દીઓ સારા થયા છે.

અન્ય સમાચારો પણ છે...