• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • The Municipal Machinery Went Into Overdrive When The Australian Bird Emu Escaped From Bhuneshwari Bagh In Bardoli, After 1 Hour Of Effort, The Emu Was Caught From Koliwad.

ઘોંઘાટથી ઓસ્ટ્રેલિયન પક્ષી ફરાર:બારડોલીના ભુનેશ્વરી બાગમાંથી ઓસ્ટ્રેલિયન પક્ષી ઇમુ ભાગી જતા પાલિકા તંત્ર દોડતું થયું, 1 કલાકની જહેમત બાદ કોળીવાડથી ઇમુને પકડવામાં આવ્યો

બારડોલી18 દિવસ પહેલા

બારડોલીના ભુવનેશ્વરી બાગમાં રાખવામાં આવેલ ઓસ્ટ્રેલિયન પક્ષી ઇમુ ભાગી જતા પાલિકાની ટીમ દોડતી થઈ હતી. ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ઢોલ નગારાનો પ્રચંડ અવાજ આવતા ઇમુ ભાગી છૂટ્યું હતું. આખરે એક કલાકની જહેમત બાદ પાલિકાએ ઇમુને પકડીને ફરી બાગમાં મૂક્યું હતું.

બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી ગાર્ડન એક હરવા ફરવાનું સ્થળ બની ગયું છે. આ ગાર્ડનમાં નાના બાળકો અહીં રમવા આવે છે. આ ભુવનેશ્વરી બાગમાં બે ઓસ્ટ્રેલિયન પક્ષી ઇમુ મૂકવામાં આવ્યા હતા. જોકે એક ઇમુનું અવસાન થયું હતું. એક ઇમુ બાગમાં મુકવામાં આવ્યું હતું. જે બાળકો માટે મનોરંજન રૂપ પણ બને છે અને બાગની પણ શોભા વધારે છે. એવી ઘટના બની જેનાથી પાલિકા તંત્ર દોડતું થયું હતું. બાગમાં મૂકવામાં આવેલું ઓસ્ટ્રેલિયન પક્ષી ઇમુ ભાગી છૂટ્યો હતો.

ગણેશ વિસર્જન હોઈ મોટી સંખ્યામાં ઢોલ નગારાનો અવાજ આવતો હતો. ઢોલ નગારાના અવાજથી ભયગ્રસ્ત બનેલ ઇમુ બાગમાંથી ભાગી છૂટ્યું હતું. પાલિકા તંત્રની વાત નગર પાલિકાના ધ્યાને આવતા તંત્ર દોડતું થયું હતું. તપાસ દરમિયાન ખબર પડતા પાલિકા તંત્ર સ્ટેશન રોડ ઉપર ભરકાદેવી નજીક આ ઇમુ પક્ષી જોવા મળ્યું હતું. પાલિકાના કર્મચારીઓ ત્યાં પહોંચતા ઇમુ પક્ષી ત્યાંથી ભાગી છુટ્યું હતું. આખરે એક કલાકની જહેમત બાદ નગરના કોડીવાડમાંથી આ ઈમુ પક્ષીને પકડી પાડવામાં આવ્યું હતું અને ફરી ભુનેશ્વરી ગાર્ડનમાં મૂકી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...