તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વરસાદ ખેંચાતા જુલાઇના પ્રારંભે છલકાઇ ઉઠતો મધર ઇન્ડિયા ડેમ આ વખતે તળિયાઝાટક

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે જુલાઇના પહેલા સપ્તાહમાં સોળે કળાએ ખીલી ઉઠતો ઉમરા ગામે અંબિકા નદીનો મધર ઇન્ડિયા ડેમનું આ વખતે તળિયું દેખાઈ રહ્યું છે. કારણ કે આ વર્ષે ચોમાસું ખેંચાઇ જતા ડેમમાં નવા પાણીની આવક ન થતાં ડેમના પાણી પર નભતી 1200 એકર જમીનમાં સિંચાઈનો પ્રશ્ન સર્જાયો છે .

23 ગામોને પાણી પહોંચાડતી યોજના પર સંકટ
ઉમરા ,મહુવરીયા,વેહવલ,હળદવા, બુટવાડા,વલવાડા અને સાંબા એમ સાંત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

આ 5 પિયત મંડળીને અસર પડશે

  • અંબિકા પિયત સહકારી મંડળી ઉમરા
  • ઉમરા દક્ષિણ વિભાગ પિયત સહકારી મંડળી
  • અંબીકેશ્વર પિયત સહકારી મંડળી
  • કાકા બળીયા પિયત સહકારી મંડળી
  • કાદવાળીયા ફળીયા પિયત સહકારી મંડળી
અન્ય સમાચારો પણ છે...