બળાત્કારનો પ્રયાસ:3 વર્ષની બાળાને રૂમમાં લઇ જઇ સગીરે બળાત્કારનો પ્રયાસ કર્યો

બારડોલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળાનું રૂદન સાંભળી પિતા પહોંચી જતા દુર્ઘટના ટળી

બારડોલી તાલુકાનાં એક ગામની સોસાયટીમાં રહેતી 3 વર્ષીય બાળકીને સામે જ રહેતો સગીર પોતાના ઘરે બદકામ કરવાના ઇરાદે લઈ જઈ દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકીના પિતા જોઈ જતાં સગીર વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ બારડોલી નગરને અડીને આવેલ એક ગામની સોસાયટીમાં રહેતા એક યુવાનની 3 વર્ષની માસુમ દીકરીને સોસાયટીમાં જ રહેતો એક સગીર પોતાના ઘરમાં લઈ ગયો હતો. સગીરના ઘરે કોઈ ન હોય, એકલતાનો લાભ લઈ બાળકીના કપડાં ઉતારી, પોતે પણ નગ્ન હાલતમાં થઈ જઈને દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકી જોરથી રડવા લાગી હતી, રડવાનો અવાજ સાંભળી પિતા દોડી ગયા હતા અને બારીમાંથી જોતા જ બાળકીના પિતાએ બૂમાબૂમ કરી બારી જોર જોરથી ઠોકતા, સગીરે કપડાં પહેરી લીધા હતા અને બાળકીને પણ કપડાં પહેરાવી દીધા હતા. ઘટના અંગે બાળકીના પિતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...