આરોગ્ય વિભાગનો છબરડો:બારડોલીમાં યુવકને બંને ડોઝ મૂકાઇ ગયા છતાં ફરી વેક્સિન મુકવા આવ્યો મેસેજ, ખોટો મેસેજ મળતાં યુવક મુંઝવણમાં

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરત જિલ્લામાં 45+ નું વેક્સિનેશન ચાલી રહ્યું છે. 18+ વાળા લાભાર્થી લાઈનમાં છે. પરંતુ વેક્સિનેશન થતું નથી. ત્યારે બારડોલી નગરના એક લાભાર્થીએ બે ડોઝ મુકાવ્યા પછી ફરી બીજા ડોઝના વેક્સિનેશન માટે મેસેજ આવતાં લાભાર્થી મૂંઝવણમાં મુકાયા હતાં. આરોગ્ય વિભાગની આવી કામગીરીથી લોકોમાં વિશ્વસનીયતા અંગે સવાલો ઉઠી રહ્યાં છે. બારડોલી નગરમાં રહેતા મહેન્દ્રસિંહ કેશરીસિંહ શેખાવત તેમના મોબાઈલ પર આરોગ્ય વિભાગનો મેસેજ આવ્યો કે બીજા ડોઝનું વેક્સિનેશન 28-5-2021ના રોજ લેવા મેસેજ આવતાં લાભાર્થી મૂંઝવણમાં મુકાયા હતાં.

મહેન્દ્રસિંહ શેખાવતે પહેલો ડોઝ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં તા.5-3-2021ના રોજ લીધો હતો. ત્યારબાદ બીજો ડોઝ તેમણે બારડોલીની સત્યસાઈ હોસ્પિટલમાં તા. 19-4-2021ના રોજ 12.47 કલાકે લીધો હતો. બંને ડોઝ સફળતા પૂર્વક લીધાના મેસેજ આવી ગયા હતાં. ત્યારબાદ 25મી મેના રોજ આરોગ્ય વિભાગ તરફથી ફરી મેસેજ આવ્યો કે તા. 28-5-21ના રોજ તમારા બીજા ડોઝની છેલ્લી તારીખ 28 છે. કોવીન એપ પર એપોઈમેન્ટ લઈ લેવી.

જે મેસેજ આવતાં લાભાર્થી મૂંઝવણમાં મુકાયા હતાં. બંને ડોઝ લીધા બાદ પણ કેમ મેસેજ આવ્યો તે મૂંઝવણમાં હતાં. બંને ડોઝ લઈ લીધા બાદ પણ તેમને વેક્સિનેશનનું સર્ટી મોબાઈલમાં જનરેટ થતું ન હતું. જેથી મહેન્દ્રસિંહ 28મીના રોજ વેક્સિનેશન કેન્દ્ર પર જઈ આ અંગેની જાણ કરી હતી. ત્યાં ઉપસ્થિત આરોગ્ય કર્મચારીએ જણાવ્યું હતું કે ભૂલ થઈ છે. તેને યોગ્ય કરવામાં આવશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર સર્ટી ફિકેટ મળી જવા અંગે જણાવ્યું હતું.

આજે બારડોલી અને મહુવાના 26 સેન્ટરો પર 1200 વેક્સિન અપાશે
બારડોલી અને મહુવા તાલુકા 26 સેન્ટરો પર શનિવારના રોજ 45થી વધુ ઉમર ધરાવતા લોકોને બીજા ડોઝ માટે 1200 વેકશીનની સુવિધા કરાઇ છે.જેમાં બારડોલી તાલુકામાં સબ સેન્ટર બાબેન-1માં 50 વેકસીન, સબ સેન્ટર બાબેન-1 અને 2 મળી 100 વેક્સિન, પ્રાથમિક શાળા વઢવાણિયામાં 40 વેકસીન, નસુરામાં 40 વેકસીન, ગ્રામ પંચાયત કચેરી મઢીમાં 30 વેકસીન , ગ્રામપંચાયત કચેરી સરભોણમાં 50 વેકસીન, ગ્રામપંચાયત કચેરી સાંકરીમાં 20 વેકસીન, ગ્રામપંચાયત કચેરી સુરાલીમાં 50 વેકસીન, સરદાર હોસ્પિટલ બારડોલીમાં 100 વેકસીન અનેસ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલ બારડોલીમાં 100 વેકસીન માટે સુવિધા કરવામાં આવી છે.

જ્યારે મહુવા તાલુકામાં બપોરે 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી 6 વેકસીનેશન સેન્ટરો પર 600 રસી આપવામાં આવશે. જેમાં પ્રાથમિક શાળા કઢીયામાં 100 વેકસીન, પ્રાથમિક શાળા અલગઢમાં 100 વેકસીન, પ્રાથમિક શાળા કાંકરીયામાં 100 વેકસીન, પ્રાથમિક શાળા માછીસાદડામાં 100 વેકસીન, પ્રાથમિક શાળા ધામખડીમાં 100 વેકસીન અને પ્રાથમિક શાળા વલવાડામાં 100 વેકસીનની સુવિધા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...