કાર્યકરોની બેઠક:ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી જનરલ સેક્રેટરીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

વાંકલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સંદીપ માર્ગદર્શન આપી રહ્યા છે. - Divya Bhaskar
કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સંદીપ માર્ગદર્શન આપી રહ્યા છે.

માંગરોળ તાલુકા મથક વિશ્રામ ગૃહ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી અને દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બી.સંદીપના અધ્યક્ષસ્થાને માંગરોળ અને ઉમરપાડા તાલુકાના મુખ્ય કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઇ હતી.

સુરત જિલ્લા કોંગ્રેસના પ્રભારી યુનિસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કોંગ્રેસ પાર્ટી પક્ષમાં જવાબદારી પૂર્વક સારું કામ કરનારને જ પ્રાધાન્ય આપવાની છે હવે હોદ્દો લઇને પક્ષનું કામ નહીં કરો એ હવે ચાલશે નહીં જૂથવાદ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે સખત પગલાં લેવામાં આવશે.તાલુકામાં કોંગ્રેસનું સંગઠન પહેલા કરતા ધીરે ધીરે મજબૂત બન્યું છે ભૂતકાળમાં જે ભૂલ થઇ એ ફરી ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.

માંગરોળ વિધાનસભા બેઠક જીતવાના સંકલ્પ સાથે અમે આ જવાબદારી લીધી છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી બી સંદીપે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે જળ જંગલ અને જમીનના હક્કો માટે કાયદો બનાવ્યો છે પરંતુ ભાજપની સરકાર આ કાયદાનો અમલ કરતી નથી. આદિવાસીઓ તેના હક્ક અને અધિકારથી વંચિત રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...