ભાસ્કર વિશેષ:માંડવી પાલિકાએ યુદ્ધના ધોરણે સમય પર પાણી આપ્યું

માંડવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંડવી પાલિકા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવ્યા - Divya Bhaskar
માંડવી પાલિકા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવ્યા
  • ટેન્કરો, અને વોટર બ્રાઉઝર ઉપરાંત મીનરલ પાણીનું ફ્રી વિતરણ

માંડવી નગરપિલકાના ઇતિહાસમાં પહેલીવાર પાઈપલાઈનની સમસ્યાના નિરાકરણ માટે ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકાના સુઘડ આયોજનથી અને નગરજનોના સહયોગથી શાસકો મહાઅભિયાનમાં સફળ રહ્યાં હતા.

માંડવી નગરપાલિકા વિસ્તારમાં બિલકેશ્વર મંદરિ, સાઈ મંદિર ખાતે પાણી પુરવઠામા સતત અડચણ આવતી હોય. શાસકો તથા નગરજનો પણ વારંવારની સમસ્યાથી કંટાળી ગયા હતાં, ત્યારે હાલના શાસકોએ કઠીન નિર્યણ કરી ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધરાખી સમસ્યના કાયમી ઉકેલ માટે વાલ્વ બદલવા ઉપરાંત કોંક્રિટ કામથી તથા પીવીસીની મજબૂત લાઈન જેવા અનેક અસરકારક કામગીરી માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ કરી પુનઃ પુરવઠો શરૂ કરી દેવાતા નગરજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

પાણીના સાધનો સાથે શાસકો તૈનાત
કાળઝાળ ગરમીમાં લીધેલા નિર્યણથી નગરજનોને કોઈ તકલીફ ન પડે તે માટે 16જેટલા પાણીના ટેન્કરો 2 વોટર બ્રાઉઝર સતત દોડતા રહ્યા હતાં. સાથે શાસકો પણ પોતાનો વોર્ડ વિસ્તારમાં ખડેપગે રહી સુવિધા બાબતે ધ્યાન આપતાં હતા. ઉપરાંત મીનરલ પાણીના બે વાહનો પણ સતત દોડાત રાખી મફતમાં મિનરલ પાણી પુરુ પાડ્યું હતું.

ખાનગી બોર માલિકનો પણ સહયોગ
માંડવી નગરજનોને પાણી પુરવઠાની સમસ્યામાંથી કાયમી મુક્ત કરાવ ઐતિહાસિક નિર્ણય લીધો હતો, પરંતુ નગરજનોને સહયોગ તથા કર્મચારીઓ તથા શાસકોના સંકલનથી નિર્ધારિત સમયથી પહેલા કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે. ખાનગી બોરમાલિકનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. - શાલીનભાઈ શુક્લ, કારોબારી અધ્યક્ષ માંડવી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...