છેલ્લા કેટલાય સમયથી પલસાણા પંથકમાં બંધુકની અણીએ મોબાઈલ લૂંટની ઘટનાઓએ લોકોમાં રીતસરનો ભય ફેલાવ્યો હતો ચાર દિવસ અગાઉ દસ્તાન ગામની સીમમાં મોટરસાયકલ પર જતાં બે યુવાનોએ આંતરી બંદૂકની અણીએ પાકીટ અને મોબાઇલની લૂંટ કરી હતી જેમાં પ્રતિકાર દરમીયાન એક સ્થાનિક યુવાનને ગોળી મારી દીધી હતી તે જ દિવસે બપોરના સમયે સાંકી ગામની હદમાં નહેરના રસ્તે પેસિફિક કોલેજ નજીક પોતાના ઘરે જતા યુવાનને આંતરી હવામાં ફાયરિંગ કરી મોબાઈલ લૂંટી ગયા હતા બન્ને ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ ધરી હતી જે દરમિયાન જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનામાં સનડોવાયેલા ત્રણ યુવાનને દબોચી લૂંટલા 5 મોબાઈલ અને દેશી બનાવટની પીસ્ટલ અને કાર્ટુસ કબ્જે લીધા હતા.
મળતી માહિતી અનુસાર ગત 27 ડિસેમ્બરના રોજ મોડી રાતે દસ્તાન ગામની સીમ માંથી પોતાની મોટરસાયકલ પર પેટ્રોલ ભરાવી હલધરું ગામે પોતાના ઘરે મિત્ર સાથે જઈ રહેલા વિનોદ નામના યુવાનની મોટરસાયકલ આંતરી અન્ય મોટરસાયકલ પર આવેલા ત્રણ લૂંટારું યુવાનોએ મોબાઈલની લૂંટ ચલાવી હતી. જે દરમિયાન લૂંટારું અને યુવકો વચ્ચે થયેલી ઝપાઝપીમાં લૂંટારુઓ એ દેશી પીસ્ટલ વડે ફાયરિંગ કરતા વિનોદ રાઠોડ નામના યુવાનને હાથમાં ગોળી વાગી હતી. તેમજ 22 ડિસેમ્બરના રોજ ધોળે દિવસે સાંકી ગામે નહેરના રસ્તે પેસિફિક કોલેજ આગળ સારથી ટાઉનશિપમાં રહેતા મનીષ મહંતો નામના યુવાનની મોટરસાયકલ આંતરી હવામાં ફાયરિંગ કરી મોબાઇલની લૂંટ ચલાવી હતી જે આ બન્ને ઘટના અંગે પલસાણા પોલીસ મથકના ગુનો નોંધાયો હતો
બને ગુના બાદ લોકોમાં રીતસરની ભય જોવા મળ્યો હતો ગુના સ્થળ આસપાસના CCTV ફૂટેજ તેમજના આધારે તેમજ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ.એમ.આર.સકોરિ યા અને આઈ.એ.સીસોદીયા તેમજ પો.કો.અલ્તાફભાઈ ગબરૂભાઈનાઓને ખાનગી રાહે મળેલી બાતમી આધારે ત્રણ યુવાનને રાત્રીના સમયે કડોદરાથી હરિપુરા ગામના રસ્તે ખાડીના બ્રિજ પરથી મોટરસાયકલ પર પસાર થતી વખતે ઝડપી લેવામાં. આવ્યા હતા. પોલીસે ત્રણ યુવાન (1) લખબિરસિગ હરિસિંગ જાટ (ઉ.વ.30 રહે.વી. કે.પાર્ક તાંતીથૈયા મૂળ પંજાબ) (2)સંદેશકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા (ઉ.વ.25,રહે.વી.કે.પા ર્ક.તાંતીથૈયા મૂળ ગોપાલ ગજ બિહાર) (3)શૈલેન્દ્રભાઈ રામસિંગ (ઉ.વ.26,રહે.અંજલી પેલેસ ,મહાદેવ વિલાની બાજુમાં )ને ઝડપી પાડી તેઓ પાસેથી 5 મોબાઈલ અને દેશી બનાવટની પીસ્ટલ અને કાર્ટુસ તેમજ તીક્ષ્ણ ધારદાર ચપ્પુ મળી 93,980/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો પોલીસ પૂછપરછમાં ત્રણેય યુવાનોએ ગુનાની કબૂલાત કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.