ચોરી:નિઝરમાં 3 NRIના બંધ ઘરના તાળા તૂટ્યાં, તસ્કરો ખાલી હાથ પરત ફર્યા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી નજીક આવેલા નિઝર ગામમાં એનઆરઆઈના 3 બંધ મકાનમાં તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી, સેન્ટલ લોક તોડી નાખી ઘરમાં ઘૂસ્યા હતા. કબાટ સહિતનો સામાન વેરવિખેર કરી કિંમતી વસ્તુઓની શોધખોળ કરવા છતાં કશું હાથ નહિ લાગતા ખાલીહાથ ફર્યા હોવાનું જાણવા મળેલ છે. જોકે, ઘરના દરવાજા આગળ સીસી કેમેરા હોવાથી 3 તસ્કરોની અવરજવર કેદ થઈ હતી. બારડોલી નગર સહિત આજુબાજુના વિસ્તારોમાં તસ્કરો છેલ્લા ઘણા સમયથી બંધ ઘરોને ટાર્ગેટ કરી રહ્યા છે.

બારડોલી તાલુકાના નિઝર ગામે રહેતા અને હાલ અમેરિકા સ્થાયી થયેલા એનઆરઆઇ ઈશ્વરભાઈ કેવળભાઈ પટેલ અને રમણભાઈ કેવળભાઈ પટેલ તેમજ દલુભાઈ કેશવભાઈ પટેલ ત્રણે વિદેશમાં સ્થાયી થયેલા હોવાથી, વતનમાં ઘરો છેલ્લા ઘણાં સમયથી બંધ છે. આ બંધ ઘરોને તસ્કરોએ સોમવારની રાત્રે ટાર્ગેટ કર્યા હતા. અમેરિકા સ્થાયી થયેલા બંને ભાઈઓના ઘરના દરવાજાનો નકુચો તોડી, બાદમાં દરવાજાનો સેન્ટ્રલ લોક તોડીને ઘરમાં ઘુસ્યા હતા. જ્યારે યુકેમાં રહેતા એનઆરઆઇના ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘૂસ્યા હતા.

ત્રણે એનઆરઆઇના ઘરના કબાટ ખોલી સામાન વેરવિખેર કર્યો હતો. કિંમતી વસ્તુઓ શોધખોળ કરવા છતાં, કિંમતી વસ્તુ હાથ લાગ્યું નથી અને ત્રણે ઘરોમાંથી ચોરી થઈ ન હોવાનું જાણવા મળેલ છે. ચોરીની ઘટના 3 તસ્કરો સીસી ટીવીમાં કેદ થયા છે. સરભોણ આઉટ પોસ્ટમાં જાણ કરવામાં આવી હતી. તસ્કરો બારડોલી પ્રદેશમાં બંધ ઘરોને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. બારડોલી નગર, ધામદોડની સોસાયટી, સરભોણ ગામમાં અત્યાર સુધી બંધ ઘરના દરવાજાના તાળા તૂટ્યા છે અને સોમવારે નિઝર ગામમાં વધુ 3 બંધ ઘરના દરવાજાના તાળા તોડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...