દાન:બલેશ્વરના વૃદ્ધાની આંખોની રોશની અન્યના જીવનમાં અજવાળું પાથરશે

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૃદયરોગથી અવસાન બાદ તેમના ચક્ષુંના દાન કરાયું

દક્ષાબહેન ગિરીશભાઈ પાઠક જેઓ બલેશ્વરના રહીશ હતા, જેઓનું તા. 13 મીના રોજ હૃદય રોગનો હુમલો થતાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું, તેમની ઉંમર 70 વર્ષની હતી તેમના પરિવારજનો અને પુત્ર સ્નેહલભાઈ ગીરીશભાઈ પાઠક સંજીવની હોસ્પિટલમાં પોતાના માતાની ચક્ષુનું દાન કરવાની ઈચ્છા બતાવી હતી, તે બાબત સંજીવની હોસ્પિટલના સ્ટાફ દ્વારા ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા જેઓ લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચલિત આઇ બેંક, CAMBA કોર્નલ અંધત્વ મુક્ત ભારત અભિયાન અને રેડ ક્રોસ બ્લડ સેન્ટર સુરતમાં આગળ પડતા વ્યક્તિ હોય તેમનો સંપર્ક કરતા તેઓએ પોતાની જાતે સંજીવની હોસ્પિટલ આવીને ચક્ષુ મેળવ્યા હતા અને તેમના દ્વારા ચક્ષુ દાતાના પરિવારનો આભાર વ્યક્ત કરી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યો હતો, આ ચક્ષુ દાનથી બે અદ્ર્ષ્ટાઓને દ્વષ્ટિવાન બનાવ્યા છે, જીવન જીવ્યા બાદ પણ નેત્ર દાન કરી નિખાલસ અને ઉદાર સેવા થકી સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે

અન્ય સમાચારો પણ છે...