વિશ્વાસઘાત:જમીન પર લોન ચાલતી હોવાની વાત અંધારામાં રાખી જમીન વેચી ઠગાઇ

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોયાણી ગામની જમીન મુદ્દે 2 વિરુદ્ધ ફરિયાદ

પલસાણા તાલુકાના સોયાણી ગામે આવેલી જમીન પર લોન ચાલતી હોવાની વાત ગ્રાહકને જણાવ્યા વગર જમીન વેચી દેવાની ઘટનામાં 2 સામે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે .

સુરતના ઘોડદોડ રોડ પર રહેતા હિમાંશુભાઈ ઘનશ્યામભાઈ જૈન સાડીનો વેપાર કરે છે.તેમણે પલસાણા તાલુકાના સોયાણી ગામે આવેલ સર્વે નંબર 137 અને બ્લોક નંબર-162 ની બિનખેતીની 4776 ચોરસ મીટર જમીન તેના માલિક કમલેશ જસમત હિરપરા રહે.તાડવાડી સુરત અને તેમના પાવરદાર જય દીપસિંહ ભારતસિંહ ગોહિલ રહે.મગોબ પાસે ગત 10-7-11 ના રોજ માતા રેખાબહેન જૈનના નામે 91 લાખમાં ખરીદ કરી હતી.આ સંદર્ભે 12-7-11 ના દિવસે દસ્તાવેજ પણ કરી આપ્યો હતો જો કે દસ્તાવેજ કરતી વખતે અસલ દસ્તાવેજ કશે મુકાઈ ગયો છે એવું બહાનું કાઢી દસ્તાવેજ ની ઝેરોક્ષ ના આધારે નવો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો.

જો કે પાછળથી આ બિન ખેતીની જમીન પર આઈડીબીઆઈ બેંક માંથી 2.84 કરોડ ની મોર્ગેજ લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું જેથી સમગ્ર જમીન નું વેચાણ વિવાદમાં આવ્યું હતું.આ બાબતે જમીન ખરીદનાર અને વેચનાર બંને પાર્ટી વચ્ચે વાતચીત થતી હતી ત્યારે અમે આ લોન લીધી છે અને એ લોન અમે ભરી દઈશું એવું લખાણ પણ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખી આપ્યું હતું પરંતુ લોન ના નાણાં બેંકમાં ભર્યા ન હતા.આ બાબતે કમલેશ અને જયદીપસિંહે ફરિયાદીની જમીન પર કુલ રૂપિયા 6,84,76,882 ની મોર્ગેજ લોન લીધેલ એ લોન ભરપાઈ કરવા માટે સોગંદનામું પણ કરી આપ્યું હોવા છતાં લોન ની રકમ ભરી નથી.તેથી બંને ઈસમોએ આ જમીન પર 4-9-10 અને 13-9-11 ના રોજ મોર્ગેજ લોન લીધી હોવા છતાં આ જમીન 91,000,00 માં ફરિયાદી ના માતા ને વેચી દીધી હતી.આમ પોતાના આર્થિક લાભ માટે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઇરાદે કાવતરું રચી રેવન્યુ રેકર્ડ ફરિયાદી ને ન બતાવી મિલકત અંગે નો તેમનો હક ડુબાડવા સંદર્ભે પલસાણા પોલીસ મથકે બંને ઈસમો સામે ફરિયાદ લખાવી હતી.

અન્ય સમાચારો પણ છે...