પ્રાકૃતિક સૌંદર્ય:માંડવીના અંતરિયાળ વિસ્તારના ગામોની તરસ છિપાવતો લાખી ડેમ છલકાતાં સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું

માંડવી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકામાં સિંચાઇની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની ગણાતી લાખી ડેમ યોજના ખેડૂતો માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. આ વર્ષે ચોમાસામાં ડેમ છલકાતાં પ્રાકૃતિક સૌંદર્ય પણ છલકાયું છે. તાલુકાના અંતરિયાળ વિસ્તારનાં કલમકુવા, દઢવાડા, સરકુઈ, લાંબાપાટ,ભાતખાઈ,બડતલ, લાખગામ જેવા 7 ગામોના ખેડૂતોની 721 હેકટર જમીનને આ ડેમના પાણીનો ખેતી માટે પિયત લાભ મળે છે.

આ સાત ગામનાં ખેડૂતો પણ ડેમ વિસ્તારમાં હાલમાં લટાર મારી પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી રહ્યા છે. લાખીડેમના જવાબદાર અધિકારી તથા સ્ટાફની દુરદેશીના કારણે ડેમમાં હાલમાં 4.89 એમસીએમ પાણીનો પૂરતો પુરવઠો રહ્યો છે. હાલનું ડેમની સૌદર્યને માણવા પણ લોકોની અવર જવરમાં વધારો થયો છે.

4.89 એમસીએમ પાણીના જથ્થાનો લાખી ડેમમાં સંગ્રહ થઇ ચુક્યો છે. 721 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મ‌ળતા 7 ગામોની તરફ છિપાય છે.

અન્ય સમાચારો પણ છે...