કોરોના ફરી કહેર વરસાવવા માંડ્યો:જિલ્લામાં 1 દિવસમાં 28 કેસની છલાંગ મારી કોરોના 88 પર પહોંચ્યો

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં રોકેટ ગતિએ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાતાં ફરી ચિંતા વધી
  • સુરત ગ્રામ્યમાં ડિસેમ્બર મહિના દરમિયાન એકલદોકલ રહેતા એક્ટિવ કેસ એકાએક વધીને 223ને આંબી ગયા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો છે. દિન પ્રતિદિન કોરોનાના કેસો નવી ઉંચાઈએ જઈ રહ્યા છે. મહુવાના તરસાડી ખાતે આવેલ માલીબા કોલેજમાં 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ નોંધાયા છે. છતાં જિલ્લામાં ગુરુવારના રોજ આરોગ્ય વિભાગના ચોપડે 88 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાપીમાં 16 નોંધાતા બંને જિલ્લામાં 104 સંક્રમીતો નોંધાયા છે. જિલ્લામાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે. છતાં રાજકીય મેળાવડા યોજવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બીજી લહેરનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટી તંત્રએ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

લોકોની જિંદગીની ધ્યાનમાં રાખી મેળાવડા સદંતર બંધ કરવાની જરૂર છે. જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થતાં જ આરોગ્ય વીભાગ દોડતું થયું છે. કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો અને વિદ્યાર્થીઓ ચપેટમાં આવી રહ્યાં છે. જિલ્લામાં નોંધાયેલ કોરોના પૈકી 31 વિદ્યાર્થીઓ 20 વર્ષથી ઓછી ઉંમરના હોવાનું નોંધાયું છે. સુરત જિલ્લામાં નવા 88 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે કુલ સંક્રમીતોની સંખ્યા 32462 થયા છે. જ્યારે સારી વાતમાં એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. જોકે, દુઃખની વાતમાં માત્ર 1 દર્દી જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યુ છે.

જેની સાથે કુલ 31751 લોકોએ કોરોનાને માત આપી છે. આઠ મહિના બાદ કોરોના કેસ 88 નોંધાયા છે. મે માસમાં 89 દર્દી નોંધાયા હતાં. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 223 પર પહોંચી છે. સુરત તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ ચરમસીમા પર પહોંચવાની તૈયારીમાં હોય તેવી સ્થિતિ હોવા છતાં રાજકીય મેળાવડા માટે રાજકીય પાર્ટીઓ મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવાની રણનીતિ કરી રહી છે. આવા સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તો બીજીલહેર જેવા સંજોગો ઉભા થાય તો નવાઈ નહીં.

સતત પાંચમા દિવસે સૌથી વધુ કેસ બારડોલી તાલુકામાં મળ્યા

તાલુકોઆજે
ચોર્યાસી17
ઓલપાડ10
કામરેજ9
પલસાણા7
બારડોલી24
તાલુકોઆજે
મહુવા6
માંડવી12
માંગરોળ3
ઉંમરપાડા0
કુલ88

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...