મનસુખ વસાવાએ કહ્યું...:શૈક્ષણિક સંસ્થાઓની આંતરિક લડાઈ શિક્ષણનું સ્તર બગાડે છેઃ

રાજપીપળા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રીના સુશાસનના 8 વર્ષ અંતર્ગત સાંસદની પરિષદ - Divya Bhaskar
પ્રધાનમંત્રીના સુશાસનના 8 વર્ષ અંતર્ગત સાંસદની પરિષદ
  • પ્રધાનમંત્રીના સુશાસનના 8 વર્ષ અંતર્ગત સાંસદની પત્રકાર પરિષદઃ શૈક્ષણિક સંસ્થાઓ નિશાના પર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન ના 8 વર્ષ પૂર્ણ થયા જે બાબતને લઈને નર્મદા જિલ્લામાં ખોડિયાર કાઠિયાવાળી ધાબા ખાતે સાંસદ મનસુખ વસાવાએ એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં 8 વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવમાં આવેલ પ્રજાલક્ષી યોજનાઓની વાત કરી હતી. અને તમામ સમાજને ધ્યાનમાં રાખી વિકાસ કર્યો હોવાની વાત કરી હતી.

પ્રધાનમંત્રી એ ખેડૂતો ને કિસાન નિધિ યોજના આપી, દેશના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા 5 લાખનું આરોગ્ય રક્ષણ આપ્યું, વીજળી ઘરઘર પાણી કોરોના કાળમાં વેક્સિન દેશમાં ઉત્પાદન કરાવી તમામ ને ફ્રી આપી સાથે 6 એક વર્ષ થી વધુ રાસન ફ્રી આપ્યું, કોઈ વર્ગ,સમાજ,કે ક્ષેત્ર નથી એવું કે જ્યા વિકાસ નથી થયો જેમ માસ્તર બોર્ડ પર લખેલ ડસ્ટર થી ભૂંસી નાખે તેમ પ્રધાન મંત્રીએ જમ્મુ કાશમીર માંથી 370 ની કલમ હટાવી ભારત સાથે જોડી દીધું.

જે કોઈ સરકાર નહોતી કરી શકી ની વાત કરી હતી જેમની સાથે રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ભાજપ મહામંત્રી વિક્રમ તડવી, નીલ રાવ, તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વસાવા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવી સહીત આગેવાનો હાજર રહ્યા હતા.

સાંસદ મનસુખ વસાવા એ રાજ્યમાં કથાળતા શિક્ષણ ને લઈને જણાવ્યું હતું કે રાજ્યમાં સુવિધાઓ પૂરતી છે. શિક્ષકો છે. છતાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતીઓ તૈયાર થતા નથી જેમાં માત્ર સરકાર ને જવાબદાર નથી પરંતુ સ્કૂલો શિક્ષકો, વાલીઓ અને સમાજ પણ જરૂરી છે. ની વાત કરી શિક્ષણ નું સ્તર સુધારવા બધાએ આગળ આવવું પડશે.પરંતુ રાજ્યના મુખ્ય મંત્રી રાજ્યમાં શિક્ષણ ને લઈને ખૂબ ચિંતિત હોવાની વાત કરી હતી.

વધુમાં જેવોએ જણાવ્યું હતું કે જે ગુજરાત ના વિધાર્થીઓ વિદેશ માં ભણવા જાય છે પરંતુ આપરા ગુજરાત કરતા વધુ ખરાબ શિક્ષણ વિદેશ નું છે અને જેમાં જે દેશ છે જેનું નામ લીધા વિના જે દેશ માં આપરા વિધાર્થીઓ ભણવા જાય છે જે પણ રોકવું જોઈએ અને ખાસ એમ પણ વાત કરી કે કેટલિક શૈક્ષણિક સંસ્થા ઓ તો અંદરો અંદર લડવામાંથી ઉંચી નથી આવતી જેને કારણે શિક્ષણ બગડીરહ્યું છે અને કેટલીક શૈક્ષણિક સંસ્થા ઓ તો સરકારની ગ્રાન્ટ લેવા માટે જ શૈક્ષણિક સંસ્થાઓ ખોલે છે જે ન થવું જોઈએ સહીત શિક્ષણ ને ઉંચુ લાવવા તમામ વર્ગ સ્કૂલો શિક્ષકો વાલીઓ સમાજ તમામે મહેનત કરવી પડશેની હાંકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...