તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરસ પર વિજય:સંક્રમણ પુરેપુરા ફેફસામાં ફેલાયું, ઓક્સિજન લેવલ પણ 65 પર ગયું છતાં વેન્ટી કે બાયપેપ વિના કોરોનાને હરાવ્યો

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવી કોલેજના પ્રોફેસરે હિંમત અને આત્મ વિશ્વાસના જોરે કોરોને હરાવ્યો

કોરોના સંક્રમણ દર્દીના પુરેપુરા ફેફસામાં પહોંચી ગયું હતું છતા માત્ર ઓક્સિજન અને દવાઓ આપી 30 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી હતી. માંડવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર ગોવિંદભાઇ ચૌધરી કોરોના ટેસ્ટ માટે સિટીસ્કેન કરાવતા તેઓના રિપોર્ટમાં 25માંથી 25નો ભયજનક સ્કોર આવ્યો હતો. એટલા ફેફસા લગભગ પુરેપુરા સંક્રમિત થયા હતા તેને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા હતા.

જોકે ત્યાં હોસ્પીટલમાં જગ્યા ન હોવાથી બારડોલી તાલુકાની ઉમરાખ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ પણ 65 થી 70ની આસપાસ હતું જેથી વેન્ટિલેટર સપોર્ટ આપવો જ પડસે એવું ડોક્ટરોને પણ લાગ્યું હતું પરતું ડોક્ટરોના અથાગ પ્રયાસ અને ગોવિંદભાઈની હિમ્મતના લીધે માત્ર ઓક્સિજન અને દવાથી જ 30 દિવસ સારવાર કરી વેન્ટિલેટર કે બાયપેપના સપોર્ટ વિના ગોવિંદભાઈએ કોરોનાને માત આપતા સંગ્રહ હોસ્પિટલમાં આનંદ છુવાયો હતો.

કોરોના મટી શકે છે, હુ 100 ટકા સંક્રમીત થવા છતા સાજો થયો છું
હોસ્પિટલમાં મને પરિવારની ખોટ મહેસુસ થવા દીધી નથી. અને ખુબજ કાળજી થી મારી સારવાર થઈ અને મને કોરોના થયો છે એ બાબતનો બિલકુલ ભય રાખ્યા વિના હિમ્મત ભેર મે કોરોનાની સારવાર લીધી જેથી હું 100 ટકા સંક્રમિત હોવા છતાં પણ સાજો થઈ ઘરે ફરી રહ્યો છુ. કોરોનાથી ગભરાવાની જરૂર નથી હિમ્મત ભેર સાવચેતી રાખી સારવાર લેવાથી કોરોના મટી શકે છે. -ગોવિંદભાઇ ચૌધરી સાજાથનાર દર્દી

ગોવિંદભાઇ જ્યારે હોસ્પીટલમાં દાખલ થયા ત્યારે તેઓની હાલત ખુબજ ગંભીર હતી 100 ટકા સંક્રમિત હોવાથી એક સમયે તો એમને વેન્ટિલેટર સપોર્ટ આપવો જ પડે એવું લાગતું હતું અને વેન્ટિલેટર પણ ખાલી નહતું ત્યારે ગોવિંદ ભાઈનો આત્મવિશ્વાસ જોઈ અમે પણ ઓક્સિજન અને જરૂરી દવાઓ આપી અને દર્દીએ ડોકટરની તમામ સૂચનાઓનું પાલન કર્યું આજે ગોવિંદભાઈએ કોરોનાને માત આપી છે જે અમારા માટે પણ ગૌરવની બાબત છે. > ડો. અજયભાઇ, ઉમરાખ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...