તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:માનવ સેવા ગ્રુપે કોરોનાથી મોતને ભેટેલી મહિલાના અંતિમસંસ્કાર કર્યા

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિ. પં. આરોગ્ય ચેરમેને માનવ સેવા ગ્રુપ બનાવ્યું

કોવિડ કેર સેન્ટર શરૂ થતાં જિ. પં. આરોગ્ય ચેરમેન કિશોરભાઈ પાનવાલા દ્વારા કોરોના પોઝિટિવ દર્દીની અંતિમક્રિયા માટે માનવ સેવા ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ દ્વારા બારડોલીમાં કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

​​​​​​​આજરોજ પલસાણા ગામે આવેલ ગૌરવ ટાઉન શીપમાં રહેતી 34 વર્ષીય એક મહિલાએ પ્રાઈવેટમાં કોરોના ટેસ્ટ કરાવતાં શંકાસ્પદ જણાવ્યું હતું. જ્યારે આજરોજ મહિલાને સરકારી ટેસ્ટ માટે લઈ જવાના હોય પરંતુ વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. જે અંગેની પરિવારનોએ માનવ સેવા ગ્રુપને કરતાં ગ્રુપના 10 સભ્યોએ પીપીટી કીટ પહેરીને ગાઈડલાઈન અનુસાર અંતિમ સંસ્કાર કર્યો હતો. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 3 વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા છે.

હાલ બારડોલી તાલુકા પૂરતી સેવા
કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીની અંતિમક્રિયા માનવ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. કોઈએ આ સેવાનો લાભ લેવો હોય તો મોબાઇલ નંબર 98252 48084 પર સંપર્ક કરી શકે છે તેમજ હાલ આ સેવા બારડોલી તાલુકા સુધી જ કાર્યરત છે. વધુ સભ્યો ગ્રુપમાં જોડાશે તો અન્ય તાલુકામાં પણ સેવા શરૂ કરવાની ભાવના છે. > કિશોરભાઈ પાનવાલા, જિલ્લા આરોગ્ય સમિતી ચેરમન

અન્ય સમાચારો પણ છે...