તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ફેબ્રુઆરીમાં સૌથી વધુ મંગળવારે 8 કેસ નોંધાયા

બારડોલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું
 • 10 દિવસ બાદ એક્ટિવ કેસ 100ને પાર

સુરત જિલ્લામાં મંગળવારના રોજ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ કેસ આજરોજ 8 પોઝિટિવ નોંધાયા છે, જ્યારે દશ દિવસ બાદએક્ટિવ કેસનો 100ને પાર કરીને 101 પર પહોંચ્યો છે. સુરત જિલ્લામાં મંગળવારના રોજ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. જેની સાથે 13071 લોકો અત્યાર સુધીમાં સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. જ્યારે આજરોજ માત્ર 1 વ્યક્તિ જ રિકવર થઈ ઘરે પરત ફર્યો હતો. જેની સાથે અત્યાર સુધીમાં 12683 લોકોએ કોરોનાને માત આપી છે.

જિલ્લામાં આજરોજ ફરી કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થતાં એક્ટિવ કેસ 100ની પાર થઈને 101 થયા છે. હાલ કોરોના ફરી સક્રિય થઈ રહ્યો હોવાનું આંકડા પરથી જાણ શકાય છે. આજરોજ ઓલપાડમાં 3, કામરેજમાં 1, બારડોલીમાં 1, માંગરોળ 3 મળી કુલ 8 કોરોના પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો