તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:હવે સરકાર પર વિશ્વાસ રહ્યો નથી, ટિકિટ બુકિંગના રૂપિયા વચેટિયા ખાઈ ગયા છે

બારડોલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ થતાં ઓદ્યોગિક વિસ્તારમાંથી મજૂરો હિજરત કરી રહ્યાં છે. ધમધોખતા તાપમાં પરપ્રાંતીયો હજારથી વધુ કીમી પગપાળા ભગવાન ભરોસે નીકળી પડ્યા હાઇવે પર નીકળી પડ્યા છે. સુરત, પલસાણા, કડોદરામાં રહેતા પરપ્રાંતિયોની ધીરજ ખૂટી છે. રસ્તામાં ભલે જે થવાનું હોય થાય, બસ એક ધ્યેય વતન જવું છે, અને માથે સામાન, કેડે બાળક લઈને નીકળી પડ્યાં છે વતનની વાટે. જોકે, સુરત ધુલિયા હાઇવે પર બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ હોય, મજૂરોનું થર્મલ સ્કેનિંગ કરી નોંધ સાથે આગળ રવાના કરી રહ્યાં છે. મજૂરોને હવે સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. કેટલાક શ્રમિકોએ રૂપિયા ભર્યા પરંતુ ટ્રેનમાં નંબર ન આવતાં ધીરજ ખૂટી જતાં પગપાળા વતન કૂચ કરી છે. 
770 રૂપિયા વ્યક્તિદીઠ આપ્યા
 સુરતના કતારગામ જીઆઈડીસીમાં વિસ્તારમાં સ્ટીચિંગ કામ કરતાં 4 પરપ્રાંતિય મજૂરો પગપાળા સુરતથી યુપી નીકળ્યા પડયા છે. 40 ડિગ્રી તાપમાં 45 કિમી અંતર કાપી બારડોલીના ઉવા ગામે પહોંચ્યા હતાં. તેમને પૂછતાં જણાવ્યું કે ટ્રેનમાં જવા માટે 770 રૂપિયા વ્યક્તિદીઠ આપ્યા હતા. પરંતુ નંબર ન આવતાં પગપાળા જવાનો નિશ્ચય કરી હીજરત કરી રહ્યાં છે. સવારથી કંઈ ખાધુ નથી. રસ્તા પર ટેમ્પો ટ્રકની લિફ્ટ માંગી વતન જવા માંગીએ છીએ પરંતુ કોઈ લિફ્ટ આપતું નથી. વતન કઈ રીતે પહોંચીશું તે ખબર નથી. વતનમાં પહોચીશું તો, જે કામ મળશે તે કરી લઈશું. પરંતુ ગુજરાત પાછા નહીં આવીએ. > અલોકકુમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો