ઘોડા છુટ્યા બાદ તબેલે તાળાં:આગની ઘટના બાદ ફાયર સેફ્ટી વિનાનું ગોડાઉન સીલ કરાયું

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગની ઘટના બાદ ગોડાઉનને સીલ કરાયું. - Divya Bhaskar
આગની ઘટના બાદ ગોડાઉનને સીલ કરાયું.
  • બારડોલીના વીરાની ટાવરમાં આવેલા ગોડાઉનમાં બુધવારે આગ લાગી હતી

બારડોલીના ગાંધીરોડ પર આવેલ વિરાની ટાવરના બેજમેન્ટમાં આવેલ બુટ ચપ્પલના ગોડાઉનમાં રાત્રે આગ લાગી હતી, આ ટાવરમાં ફાયરની કોઈ સુવિધા કરવામાં આવી ન હોવાનું બહાર આવતા પાલિકાની ફાયરની ટીમ સહિત ગુરુવારે પહોંચી જરૂરી પંચનામું કરી 2 ગોડાઉનને શીલ માર્યા હતા. ગાંધીરોડ પર દેસાઈવિલાની પાછળ આવેલ વિરાની ટાવરના બેજમેન્ટમાં ભોંયરા સહિત 2 ગોડાઉનમાં મુકેલ બુટ ચંપલના જથ્થામાં લાગેલી આગની ઘટના મોટી બની હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

બન્ને ગોડાઉનમાં જથ્થો આગમાં ખાક થયો હતો. વિરાની ટાવરના ગોડાઉનમાં લાગેલી આગમાં ટાવરમાં ફાયર સેફટીની સુવિધા કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી પાલિકાની ફાયર વિભાગના અધિકારી પી.બી. ગઢવી, વેરા વિભાગના પ્રીતેશ પટેલ સહિત ટીમ સાથે પહોંચ્યા હતા, અને સ્થળનું પંચનામું કરી આગ લાગેલ બન્ને ગોડાઉનને શીલ મારવામાં આવ્યું હતું. વિરાની ટાવરમાં ફાયરની સુવિધા, સ્ટેબિલિટી, સ્ટ્રક્ચર સહિતની જરૂરી કામગીરી પૂર્ણ થયા બાદ જ શીલ ખુલી શકશે.

આગની ઘટનાથી સ્ટ્રક્ચરને નુકશાન અંગેનો રિપોર્ટ પણ કરાવવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. નગરમાં બિલ્ડીંગઓમાં ફાયર સેફટી બાબતે ફાયર વિભાગે અગાઉ નોટિશ આપી હોય, કોઈ અકસ્માતની ઘટના બને અને, ફાયર સેફટીની સુવિધા નહિ કરવામાં આવી હોવાનું ખુલશે, તો બિલ્ડીંગ શીલ મારવાની કાર્યવાહી થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...