તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:શિકેર પાસે ગરનાળું પહોળું તો ન કરાયું માત્ર મરામત કરાઇ

માયપુર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાલોડ-બારડોલી રોડ પહોળું તો કરવામાં ન આવ્યું પરતું ગરનાળું નજીક પટ્ટા પાડી રસ્તાનું મરામત કરવામાં આવી છે. - Divya Bhaskar
વાલોડ-બારડોલી રોડ પહોળું તો કરવામાં ન આવ્યું પરતું ગરનાળું નજીક પટ્ટા પાડી રસ્તાનું મરામત કરવામાં આવી છે.
 • બાઇકચાલકો સ્લીપ થવાના બનાવો બની રહ્યાં હતા, નાળા પર મરામત કરી પટ્ટા પાડવામાં આવ્યા

વાલોડ - બારડોલી રોડ પહોળો કરાયાના બે વરસે પણ ગરનાળું પહોળું કરવાનું તંત્ર ભૂલી ગયું હતું. જે ગરનાળું સાંકડું હોવાને કારણે તથા ગરનાળા પરના ખાડાઓના બચાવ કરવા જતાં રોજેરોજ મોટર સાઈકલ ચાલકોને અકસ્માતો થઈ રહ્યા હોવા અંગે ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતાં સાકડું હોવાના બોર્ડ લગાવ્યા, નાળા પરના ખાડાની મરામત કરવામાં આવી અને પટ્ટા પાડવામાં આવ્યા છે.વાલોડથી બારડોલી રોડ આજથી બે વર્ષ અગાઉ પહોળું કરવાની કામગીરી દરમ્યાન શિકેર ગામની સીમમાં વરસો જુનું ગરનાળું પહોળું કરવાનું રહી ગયું હતું.

જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યું હતો, અગાઉથી ગરનાળું સાંકડું હોવાના કોઈ બોર્ડ ન હતા કે કોઈ ગતિ રોધક બમ્પ બનાવ્યા ન હતા, ખાસ કરીને રાત્રી દરમ્યાન આ સ્થળ પર સામેથી આવતા મોટા વાહનોની લાઈટના અજવાળામાં લોકોની આંખો અંજાઈ જવાને કારણે મોટર સાઇકલ સવારોને અકસ્માતો સર્જાયા હોવાના લોકો સાક્ષી બન્યા છે, અકસ્માતો થવાનાં કારણોમાં એક કારણ એ પણ હતો કે ગરનાળા ઉપરના માર્ગ પર રસ્તો તુટી જતાં મોટરસાઇકલ ચાલકો સ્લીપ થઈ જવાના બનાવો બની રહ્યા અંગે પોલીસ ચોપડે કેસો નોંધાયા છે, અને કેટલાક કિસ્સાઓમાં લોકો સ્થળ પર અકસ્માત થઇ પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે.

જાન્યુઆરી માસમાં બે મોટર સાઇકલ સવારોને અકસ્માત થતાં મોટર સાઇકલ ચાલકોના મોત નીપજ્યું હોવાના બનાવો બન્યા હોવા અંગેના સમાચારો દિવ્ય ભાસ્કરમાં તા. 10મી જાન્યુઆરીના રોજ સમાચારો પ્રકાશિત થયા હતા,આખરે માર્ગ મકાન વિભાગ દ્વારા નાળા પરના ખાડાઓની મરામત કરવામાં આવી, નાળા અગાઉ રસ્તા પર પટ્ટા લગાવવામાં આવ્યા, તથા ગરનાળા થી દુર બોર્ડ લગાવવામાં આવ્યા છે જેની ઉપર ગરનાળું સાંકડું હોવાનું લખાણ લખી સાવધાની રાખવા સૂચનો કરવામાં આવ્યા છે.

રસ્તો પહોળો કરાયો સાથે ગરનાળું પહોળું કરવાની જરૂરિયાત
વાલોડ-બારડોલી રોડ પર રસ્તો પહોળો કરવામાં આવ્યો તે રીતે ગરનાળું પહોળું કરવું જરૂરી હતું, હાલ સમારકામ કરી સ્થિતિ દર્શક બોર્ડ લગાવ્યા અને પટ્ટા પાડવામાં આવ્યા છે પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા ગરનાળાને પહોળું કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી નાળું પહોળું બનાવવા કાર્યવાહી કરવાની જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો