કાઉન્સેલીગ:સુરત લવાયેલી યુવતી અપહરણરકર્તાના ચુંગાલમાંથી છુટી કડોદરા આવી પહોંચી

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગભરાયેલી યુવતી કડોદરા બેઠી હોય જેથી જાગૃત નાગરિકે 181ને ફોન કર્યો

દિલ્હીની પરિણીતાનું કોઈએ અપહરણ કરી ટ્રેન મારફતે સુરત લાવી હતી. સુરત સ્ટેશન પર ઉતરી અપહરણકર્તાના ચુંગલમાથી છુટી કડોદરા તરફની રિક્ષામાં બેસી કડોદરા આવી ગઈ હતી. કડોદરા ગભરાયેલી હાલતમાં જોવા મળતાં એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરેલ કે એક અજાણી યુવતી બેઠી છે, તે ગભરાયેલ છે. તેમની મદદની જરૂર છે, જેથી બારડોલી 181 અભયમ રેસ્ક્યું ટીમ ઘટના સ્થળે પહોંચી યુવતી પાસેથી માહિતી મેળવી હતી. યુવતી દિલ્હીનું હોવાનું અને તેનું અપહરણ થયું હોવાનુંં જણાવ્યું હતું. અભયમ ટીમે તેમને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

યુવતીએ આપેલ જાણકરી મુજબ તેઓ દિલ્હીની છે તે કમ્પ્યુટર કલાસ કરવા ગયેલ. ત્યાંથી અજાણ્યા વ્યક્તિએ કોલ કરી ધમકી આપી તેમનું અપહરણ કરી બેભાન કરી દિલ્હીથી ટ્રેનમાં બેસાડી સુરત લઈ આવ્યાં હતાં. સુરત આવતાં ભાનમાં આવેલ અને રેલ્વે સ્ટેશન ઉતરી અપહરણકર્તાના ચુંગલમાંથી બચાવવા જીવ બચાવી કડોદરા જતી રિક્ષામાં બેસી કડોદરા આવી ગયેલ. જેઓ ગભરાયેલ હોઈ જાગૃત નાગરીકએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માગી હતી. જેઓ બે દિવસથી ટ્રેનમાં હતા.

યુવતીનું કાઉન્સેલીગ કરતા ગભરાયેલી હતી. જેઓને આશ્વાસન આપતાં તેઓએ પુરું સરનામું આપ્યું હતું. જેથી ફેમીલીનો કોન્ટેક્ટ નંબર મેળવી પતિ સાથે ફોન ઉપર વાત કરતા દિલ્હીથી લેવાં આવવાનું જણાવેલ હતું. તેમને સુરત આવતાં બે - ત્રણ દિવસ થશે. તેઓએ વિનંતી કરી કે અમો આવીએ ત્યાં સુધી યુવતીને તેમની પાસે રાખશો. જેથી યુવતીને ઓ.એસ.સીમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે. પરીવારે ગુજરાત સરકારની મહીલાઓ માટેની અભયમ 181 હેલ્પ લાઇન અને પોલીસ સેવાઓને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...