પલસાણા તાલુકાના એના ગામે આવેલી એક ખાનગી બાંધકામની સાઇડ પર સ્થાનિક ઇસમ કૂતરાના બચ્ચાને ત્યાંથી ભગાડી દૂર ભગાડતો હતો. ત્યારે દૂર કાઢવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને 14 જેટલા ઇસમોએ લાકડાના દંડા લઇ આવી મારા મારી કરી ઓફીસમાં પણ તોડફોડ કરી હતી. જેને લઇ આ અંગે પલસાણા પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.
મળતી માહીતી અનુસાર પલસાણા તાલુકાના એના ગામે ક્રિકેટ સ્ટેડીયમની સામેની બાજુએ ગૌતમ બીલ્ડર્સની સાઇટ ચાલુ છે જે પર રહેતા અને મૂળ પશ્ચિમબંગાળના વતની સુનીલ ઝાડુ મંડલ (40)જે ઓ રવિવારના રોજ તેમની સાઇટ ૫૨ હાજર હતા. ત્યારે એના ગામમાં રહેતા અર્જુન રાઠોડ નામનો વ્યક્તિ સાઇટ પર આવ્યો હતો અને ત્યાં રમતા કૂતરાના બચ્ચાને બુમો પાડીને દૂર ભગાડતો હતો.
ત્યારે સુનીલે કૂતરાના બચ્ચાને ભગાડવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયેલ અર્જુન કાળાભાઇ રાઠોડ તેમજ ભરતભાઇ સોમાભાઇ રાઠોડ (બન્ને રહે એના ગામ )જેઓએ સુનીલ સાથે ઝઘડો કરી તેના માર મારવા લાગ્યા હતા અને બુમો પાડતા અન્ય 12 જેટલા ઇસમો પણ લાકડાન ડંડા ફટકા લઇ આવી મારા મારી કરી હતી અને સુનીલભાઇ તેમજ સાઇટ પર હાજર અન્ય કામદારોને પણ માર મારી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ત્યાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, ટી. વી,ખુરશી ,તમેજ સિલિંગ ફેંન અને ઓફિસના બારી બારણાંને તોડફોડ કરી નુકશાન પહોચાડયુ હતું.
આ અંગે પોલીસને ફરીયાદ કરશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી પણ આપી હતી. આ મારમારીમાં સાઈટ પર રહેતા મહેશભાઈ ભેરવા, પંકજભાઈ રવજીભાઇ બવરિયા, સોનુભાઈ બ્રિજમોહન ત્રિવેદી, ઘનશ્યામ પ્રભતીલાલ ભેરવા, રાજેન્દ્ર શ્રીકુમારપાલ ત્યાગીને શરીરે ઓછી વધતી ઇજાઓ થઈ હતી
તેમજ શહીદ ઇકબાલ મોહમદ હમીદઉલ્લા ખાનને જમણા હાથે ફ્રેક્ચર થયું હતુ જેમને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સુનીલભાઇએ મારામારી અને ઓફિસમાં તોડફોડ કરવા અંગે 14 જેટલા ઈસમો સામે ફરીયાદ આપતા પલસાણા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તોફાની તત્વોને પકડવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.