ઉત્ત્સવની ઉજવણી:50 વર્ષથી કોમી એકતાની સુગંધ પ્રસરાવી રહી છે બારડોલીના તલાવડી વિસ્તારની ગણેશ મંડળી

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ સમાજના સભ્યો મૂર્તિ લાવવાથી લઇ ફાળો આપવા સહિતની તમામ કામગીરીમાં સહભાગી થાય છે

બારડોલી નગરના પછાત વિસ્તાર ગણાતા તલાવડીના રહીશો શ્રીજીની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. 3 ફૂટની શ્રીજીની મૂર્તિથી શરૂઆત કરી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે સદાશિવ ગણેશ મંડળ ગણેશ ઉત્ત્સવની ઉજવણી હિન્દુ અને મુસ્લિમ ભેગા મળીને વર્ષોથી કરે છે. તલાવડી ભલે પછાત વિસ્તાર ગણાતો હોય, પરંતુ ગણેશ ઉત્સવમાં કોમી એકતા સાથે વર્ષોથી ઉજવણી કરે છે.

બારડોલી નગરમાં તલાવડી વિસ્તારમાં સદાશિવ ગણેશ યુવક મંડળ શ્રીજીની સ્થાપનાને 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મહત્વની વાતએ છે, કે આ ગણેશ મંડળમાં સભ્યો હિન્દુ સાથે મુસ્લિમ પણ છે. કોમી એકતા સાથે દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ મંડળના સંચાલકના જણાવ્યા મુજબ વર્ષો પહેલા નગરમાં પહેલા પોલીસ લાઈન, ત્યારબાદ લીમડાચોક ગણેશ મંડળ અને ત્યારબાદ 50 વર્ષ પહેલાં તલાવડી ખાતે નાની મૂર્તિથી શરૂઆત કરી હતી.

તલાવડી વિસ્તાર ઘણો ગરીબ અને પછાત ગણાતો. આવા સંજોગોમાં લોકોમાં ધાર્મિકતાનું જ્ઞાન સાથે ભગવાન પ્રત્યેની આસ્થા જળવાઈ રહે એવા હેતુથી શરૂઆત કરી હતી. 10 જેટલા સભ્યોએ કરેલી શરૂઆત આજે 100થી વધુ સભ્યો છે. જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમના સભ્યો છે. મુસ્લિમ યુવકો ગણેશની સ્થાપનામાં ફાળાથી લઈને, ગણેશમૂર્તિ નંદુરબારથી લાવવા તેમજ ગણેશ ઉત્સવમાં સેવામાં હાજર રહેતા હોય છે.

સદાશિવ યુવક મંડળના સભ્યો મોટા ભાગે પોતે જ ફાળો ભેગો કરે છે. જ્યારે ગણેશ મૂર્તિ માટે સ્પોનશર છે. દર વર્ષે મંડળ મહારાષ્ટ્રના નંદુરબારથી મૂર્તિ લાવે છે. વર્ષોથી ગણેશની મૂર્તિનો ભાવ કરવામાં આવતો નથી. મૂર્તિકાર મનોજ વશેકર પણ વર્ષોથી મંડળ જે રૂપિયા આપે એ લઈને આપે છે. 50 વર્ષની ગણેશ ઉત્સવની ઉજવણી યાદગાર રીતે ઉજવવા મંડળના સભ્યોની તૈયારી છે.

મંડળના 50 વર્ષ પુરા થયા
સદાશિવ ગણેશ મંડળના શ્રીજી સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા છે. અમારા વિસ્તારમાં મુસ્લિમ અને હિન્દુ ભેગા મળીને ઉત્સવની ઉજવણી કરીએ. દર વર્ષે ગણેશજીના ઉત્સવ માટે મુસ્લિમનો ફાળો મહત્વનો હોય છે. શ્રીજીની સ્થાપનાથી અમારા વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ બની રહે એવા મુખ્ય આશય સાથે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી, આજે ધાર્મિક આસ્થા ઉત્સવના કારણે જળવાઈ રહી છે. > કિશોર ગામીત, પ્રમુખ, સદાશિવ ગણેશ યુવક મંડળ, બારડોલી

અન્ય સમાચારો પણ છે...