આયોજન:શરૂ થયા પૂર્વે જ ખંડેર બનેલું મચ્છી માર્કેટ હટાવી હવે કોમ્પલેક્સ બનશે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલ બિસમાર બનેલું વર્ષો જુનું મચ્છી માર્કેટ - Divya Bhaskar
હાલ બિસમાર બનેલું વર્ષો જુનું મચ્છી માર્કેટ
  • બારડોલીમાં કરોડોના ખર્ચે બનેલું મચ્છી માર્કેટ શરૂ કરવામાં શાસકો નિષ્ફળ રહ્યા
  • નગરમાં 5.36 કરોડના પ્રાથમિક સુવિધાના કામોનું પણ આયોજન થયું

બારડોલી નગરપાલિકાની વર્ષોથી હિદયત નગર નજીક ખાડી પર બનાવેલ મચ્છી માર્કેટ ચાલુ કરાવવા શાસકોના અનેક પ્રયાસ છતાં નિષ્ફળ રહ્યા હતા, અંતે ભંગાર હાલત થઈ છે, ત્યારે તાજેતરના શાસકોએ સામાન્યસભામાં આ માર્કેટને કોમ્પ્લેક્સમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સ્વર્ણિમ વર્ષ2020 થી 2022 સુધીની ગ્રાંટમાંથી ખાસ કરીને પ્રાથમિક સુવિધાના રસ્તા, લાઈટ, બોક્સ સ્લેબ સહિતના 5.36 કરોડના કામો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરી વિકાસ યોજનાની બચત રકમમાંથી 1.61 કરોડના વિકાસના સુવિધાના કામ કરવાનું નક્કી થયું હતું.

પાલિકાના રિઝર્વ પ્લોટમાં દીવાલ અને પેવરનું કામ કરવાનો પણ નિર્ણય કરાયો હતો. જેમાં કોયલી ખાડી પર બનેલ મચ્છીમાર્કેટ બાબતે બન્યા પછી જેટલા શાસકો આવ્યા, શરૂ કરવા અવનવી યોજના કરી પરન્તુ નિષ્ફળ સાબિત થયા છે. તાજેતરના શાસકોએ હવે નવો પ્રયોગ કર્યો છે. આ મચ્છી માર્કેટને કોમ્પ્લેક્સમાં ફરવવાનો નિર્ણય કર્યો છે. જે નિર્ણય કેટલો ફાયદાકારક સાબિત થાય એ આવનારો સમય નક્કી કરશે. જોકે શાસકોએ સ્વર્ણિમ જયંતીની વર્ષ 2020-21ની 3.26 કરોડની ગ્રાંટમાંથી કરેલ આયોજનમાં 4 રસ્તાઓ, 1 સ્લેબ બોક્સ, 1 અંડરગ્રાઉન્ડ લાઈનનું કામ કરવામાં આવશે.

જ્યારે વર્ષ 2020-21ની 2.10 કરોડની ગ્રાન્ટમાંથી કેનાલ રોડનું ડેવલોપમેન્ટ અને બોક્સક્લવર્ટ બનાવવાનું નક્કી કરાયું છે. જ્યારે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ બચત રકમમાંથી 1.61 કરોડના કામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નાંદિડા ડમ્પિંગ સાઇટની મશીનરી ચેન્જ કરવામાં આવશે
નાંદીડાના ડમપિંગ સાઈડ પર અગાઉ સ્વચ્છ ભારત મિશન અંતરગત ડીપીઆર મંજુર કર્યો હતો, જે રિવાઇઝડ કરવાનું નક્કી થયું હતું. અગાઉની એન્જેન્સી મશીનરી એસેમ્બલ લાવી ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી. પરંતુ સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન મુજબની નક્કી કરેલ મશીનરી એજન્સી પાસે ન હોવાથી, ફેરફાર કરી મશીનરી ચેન્જ કરવા માટે રિવાઇઝડ કરવાનું નક્કી થયું હતું.

નગરના સર્કલો પર હાઇમાસ્ટ ટાવર બનાવી રોશન કરાશે
બારડોલી નગરપાલિકાની મિલ્કતો પર 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી સોલર સિસ્ટમ ફિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઘણો ફાયદાકારક સાબિત થશે. તેમજ નગરના સરકલો પર એલઇડી હાઇમાસ્ટ ટાવર ઉભા કરી રોશનીની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...