તંત્ર:બારડોલીમાં પહેલા જ વરસાદે તાઈવાડ વિસ્તારનો રસ્તો તૂટ્યો

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના તાઈવાડ વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ભુવો પડ્યો - Divya Bhaskar
બારડોલી નગરના તાઈવાડ વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ભુવો પડ્યો
  • નગરપાલિકાની પ્રીમોન્શુન કામગીરીની પોલ ખુલ્લી પડી

નગરમાં ચોમાસાની શરૂઆત થઈ છે. સોમવારના રોજ નગરમાં વરસાદ વરસ્યો ત્યાં તો નગરનો તાઈવાડ વિસ્તારનો રસ્તો બેસી ગયો તેમજ રસ્તાની સાઇડમાં અંદાજે 4 ફૂટનો ભૂવો પડી જતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. રસ્તો તૂટી જતાં રહીશોને અવરજવર કરવા હાલાકી થઈ રહી છે. બારડોલી તાઈવાડ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના જંકશન નજીક સિઝનના પહેલાજ વરસાદમાં ભૂવો પડી ગયો છે તો ભૂવો પાડવાની સાથેજ ડામર રસ્તો પણ બેસી ગયો છે. ત્યારે બાંધકામ પાછળ લાખો રૂપિયા વાપરતી બારડોલી પાલિકાની પ્રીમોન્શુન કામગીરીની પોલ ખૂલી છે. તો પાલિકા હવે વહેલી તકે મરામત કરાવે અને રસ્તાની બાજુમાં  પડેલા ત્રણ ફૂટના ભૂવાને લીધે કોઈ મોટી દુર્ઘટના ન થાય તેની તકેદારી લે એવી સ્થાનિકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...